રાજકોટશહેર ખાતે માત્ર મહિને 200 રૂપિયામાં મળનારી ખેલકૂદની તાલીમ અને રાજ્ય સરકારની નવી સ્પોર્ટ્સ પોલિસીથી (New Sports Policy of Gujarat Government ) યુવાનો ખેલકૂદ ક્ષેત્રે પ્રગતિ કરી શકશે. તેવું ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજ્યના ગૃહપ્રધાન અને રમતગમત પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે રાજકોટના યુનિવર્સિટી રોડ પર અંદાજે રૂપિયા 18 કરોડથી વધુના ખર્ચે બનેલા નવનિર્મિત સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને રેસકોર્સ પાસે નિર્મિત સ્પોર્ટ્સ હોસ્ટેલનું લોકાર્પણ (Sports Complex inaugurated by State Home Minister ) કરવામાં આવ્યું હતું. તેમણે સિવિલ હોસ્પિટલ પરિસરમાં નિર્મિત નવા વન સ્ટોપ સખી સેન્ટરનું (Sakhi One Stop Center Building in Rajkot ) પણ ઈ ઉદ્ઘાટન કર્યું હતું.
સ્પોર્ટસ કોમ્પલેક્ષ, હોસ્ટેલ અને વન સ્ટોપ સખી સેન્ટરનું લોકાર્પણ - Important announcement for Navratri in Gujarat
રાજકોટમાં નવનિર્મિત સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને સ્પોર્ટસ હોસ્ટેલનું રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ (State Home Minister inaugurated Sports Hostel) કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાજકોટના નવનિર્મિત સખી વન સ્ટોપ સેન્ટર બિલ્ડીંગનું (Sakhi One Stop Center Building in Rajkot) લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સખી વન સ્ટોપ સેન્ટરમહિલા અને બાળ વિકાસ વિભાગ (Department of Women and Child Development) દ્વારા સંચાલિત હિંસાથી પીડિત મહિલાઓને મદદરૂપ બનવા માટે અંદાજિત રૂપિયા 50 લાખના ખર્ચે અદ્યતન સુવિધા યુક્ત સખી વન સ્ટોપ સેન્ટર, રાજકોટના PDU હોસ્પિટલના કેમ્પસ (Camp of PDU Hospital Rajkot) ખાતે નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ ગૃહપ્રધાન હર્ષ સંઘવીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
ગરબાની સાથે ખાણીપીણીની મોજઆ સાથે ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા એક મહત્વની જાહેરાત (Important announcement for Navratri in Gujarat) કરવામાં આવી છે. જેમાં તેમને જણાવ્યું છે કે, નવરાત્રી દરમિયાન દરમિયાન સૌ કોઈ લોકો ગરબાનીસાથે ખાણીપીણીની મોજ લઈ શકે તે માટે નિર્ણય લેવાયો છે.