ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ અગ્નિકાંડ મામલોઃ રાજ્ય સરકારના અધિકારીએ લીધી હોસ્પિટલની લીધી મુલાકાત - રાજકોટ

રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ગુરૂવાર રાત્રીના 12:30 વાગ્યે લાગેલી આગમાં 5 દર્દીઓના મોત થયા હતા. આ મામલે સરકાર દ્વારા અધિકારીની નિમણૂક કરવામાં આવી છે, જેમણે હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

રાજકોટ અગ્નિકાંડ, રાજ્ય સરકારના અધિકારીએ લીધી હોસ્પિટલની મુલાકાત
રાજકોટ અગ્નિકાંડ, રાજ્ય સરકારના અધિકારીએ લીધી હોસ્પિટલની મુલાકાત

By

Published : Nov 27, 2020, 10:58 PM IST

  • રાજકોટ અગ્નિકાંડ મામલો
  • આ ઘટનામાં 11 લોકોના મોત
  • આગ લાગવાના પગલે સરકારે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા

રાજકોટ:રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ગુરૂવાર રાત્રીના 12:30 વાગ્યે લાગેલી આગમાં 5 દર્દીઓના મોત થયા છે. આ આગ બીજા માળે આવેલ ICU વોર્ડમાં લાગી હતી. જ્યા 11 દર્દીઓ સારવાર હતા, જેમાંથી ઘટનામાં 5 દર્દીના મોત થયા છે. જો કે આગ લાગવાની ઘટનાને પગલે રાજ્ય સરકારે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તેમજ સમગ્ર મામળે પંચાયત અને ગૃહનિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે રાકેશને તપાસ સોંપવામાં આવી છે. જેને લઈને એ.કે રાકેશ આજે બપોરના સમયે રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા અને હોસ્પિટલની મુલાકાત કરી હતી.

રાજકોટ અગ્નિકાંડ મામલોઃ રાજ્ય સરકારના અધિકારીએ લીધી હોસ્પિટલની લીધી મુલાકાત

ત્રણથી ચાર દિવસમાં રિપોર્ટ આવશે

મીડિયા સાથેની વાતચીતમાં તેમને જણાવ્યું હતું કે ઉદય શિવાનંદ હોસ્પિટલનો ત્રણથી ચાર દિવસમાં રિપોર્ટ આવશે, હાલ અલગ અલગ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજકોટ ખાતે સર્જાયેલ ઘટનામાં આગ લાગી ત્યારે ધુમાણો વધુ હતો. જેનાથી મુશ્કેલી વધી હતી.

કોવિડ હોસ્પિટલમાં વધારે તકેદારી રાખવી જરૂરી

વધુમાં તેમને જણાવ્યું હતું કે કોવિડ હોસ્પિટલમાં વધારે તકેદારી રાખવી જરૂરી છે. ઓક્સિજન હોવાથી નાનો સ્પાર્ક પણ મોટી દુર્ઘટના કરી શકે છે. કોવિડ હોસ્પિટલની સુવિધાને લઈને રિપોર્ટના આધારે કેટલી સુવિધાઓ વધારવી તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.

રાજકોટ અગ્નિકાંડના અન્ય સમાચાર

ABOUT THE AUTHOR

...view details