ગુજરાત

gujarat

ETV Bharat / city

Railway Protection Form: રાજકોટ RPFના સ્ટાફે મુસાફરોને ટ્રેનમાં ભુલાયેલી કીમતી બેગ પરત કરી - ઈમાનદારીની મિસાલ

14 જાન્યુઆરી 2022ના રોજ, ટ્રેન નંબર 22923 બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસના B2 કોચમાં ચેકિંગ દરમિયાન લાલ કલરનો બેગ લાવારિસ હાલતમાં જોવા મળ્યો હતો. પાતળીયા વિનોદ રાય નામનો મુસાફર RPF ચોકી (Railway Protection Form) પર આવ્યો અને જણાવ્યું કે, વડોદરાથી જામનગર જતી વખતે તે બેગ ભૂલથી ટ્રેનમાં જ ભૂલી ગયો હતો. માહિતીની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ, બેગ અને તેનો તમામ સામાન તે પેસેન્જરને પરત કરવામાં આવ્યો હતો.

Railway Protection Form: રાજકોટ RPFના સ્ટાફે મુસાફરોને ટ્રેનમાં ભુલાયેલી કીમતી બેગ પરત કરી
Railway Protection Form: રાજકોટ RPFના સ્ટાફે મુસાફરોને ટ્રેનમાં ભુલાયેલી કીમતી બેગ પરત કરી

By

Published : Jan 16, 2022, 11:01 PM IST

રાજકોટઃ રાજકોટ ડિવિઝનના સમર્પિત (Staff of Rajkot RPF) કર્મચારીઓ, યાત્રીઓને સુખદ અને સલામત મુસાફરીનો અનુભવ આપવા માટે હંમેશા આગળ હોય છે.રાજકોટ ડિવિઝનના સિનિયર DCM અભિનવ જેફના જણાવ્યા અનુસાર, તાજેતરમાં 14 જાન્યુઆરી 2022ના રોજ, ટ્રેન નંબર 22923 બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસના જામનગર સ્ટેશન પર આગમન સમયે, કોન્સ્ટેબલ ધર્મેન્દ્રને B2 કોચમાં ચેકિંગ દરમિયાન લાલ કલરનો બેગ લાવારિસ હાલતમાં જોવા મળ્યો હતો.

કોન્સ્ટેબલે પોતાની ફરજમાં ઈમાનદારી દાખવી

કોન્સ્ટેબલ ધર્મેન્દ્રએ પોતાની ઈમાનદારીની મિસાલ આપતા ટ્રેનમાંથી મળી આવેલી બેગ RPF (Railway Protection Form) ઓફિસમાં જમા કરાવી હતી, જ્યારે થોડા સમય પછી પાતળીયા વિનોદ રાય નામનો મુસાફર RPF ચોકી પર આવ્યો અને જણાવ્યું કે, વડોદરાથી જામનગર જતી વખતે ટ્રેન નંબર 22923ના બી2 કોચની સીટ નંબર 49માં તે બેગ ભૂલથી ટ્રેનમાં જ ભૂલી ગયો હતો. માહિતીની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ, બેગ અને તેનો તમામ સામાન જેની કિંમત આશરે રૂ. 18000/- હતી, તે પેસેન્જરને પરત કરવામાં આવી હતી.

મુસાફરની બેગ સાથે મોબાઈલ અને ટેબલેટ પરત કર્યું

15મી જાન્યુઆરી, 2022ના રોજ, ટ્રેન નંબર 11465 સોમનાથ-જબલપુર એક્સપ્રેસની એસ્કોર્ટિંગ પાર્ટીના સ્ટાફ કોન્સ્ટેબલ વિજય સુહાગે માહિતી આપી હતી કે, સુરેન્દ્રનગરથી પત્થરિયા જઈ રહેલા ગુલાબચંદ જૈન નામના મુસાફર સુરેન્દ્રનગર સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 03 પર કાળા રંગની બેગ ભૂલી ગયા હતા. માહિતી મળતાં જ, RPF સબ ઈન્સ્પેક્ટર ચંદ્રજીત યાદવ અને કોન્સ્ટેબલ પુષ્પેન્દ્ર સિંહને તપાસ કરતાં તેઓને આ બેગ પ્લેટફોર્મ પર મળી ગયી હતી. આ પછી, જ્યારે પેસેન્જર RPF પોસ્ટ-સુરેન્દ્રનગર પર આવ્યો, ત્યારે તેની સંપૂર્ણ માહિતીની ચકાસણી કર્યા બાદ તેનો તમામ સામાન જેમાં લેનોવો ટેબ્લેટ અને રેડમી કંપનીનો મોબાઈલ હતો, જેની કુલ કિંમત આશરે રૂ. 32000/- હતી, તે પેસેન્જરને પરત કરવામાં આવી હતી.

આ પણ વાંચો:

યુવતી રીક્ષામાં 8 લાખના દાગીનું બેગ ભૂલી ગઈ, રીક્ષા ચાલકે પોલીસની મદદથી બેગ પરત કરી

રાજકોટ ડિવિઝને ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવાની અડધી સદી લગાવી

ABOUT THE AUTHOR

...view details