ગુજરાત

gujarat

ETV Bharat / city

ST કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર ન કરાતા મુંડન કરાવીને વિરોધ કર્યો

કોરોના મહામારી દરમિયાન એસટી નિગમના કર્મચારીઓએ સરકાર દ્વારા કોરોના વોરિયર્સ ન ગણીને તેમના મૃત્યુ બાદ તેમના પરિવારજનોને સહાય ન કરતા એસટી નિગમના કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સરકારના નિર્ણયના વિરોધમાં એસટી કર્મચારીઓએ રાજકોટ એસટી બસસ્ટેન્ડ ખાતે મુંડન કરાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

ST કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર ન કરવામાં આવતા મુંડન કરાવીને વિરોધ કર્યો
ST કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર ન કરવામાં આવતા મુંડન કરાવીને વિરોધ કર્યો

By

Published : May 17, 2021, 9:34 AM IST

  • એસટી નિગમના મૃતક કર્મચારીઓને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી
  • ઓનલાઇન ફાળા દરમિયાન અત્યાર સુધીમાં રૂપિયા 1 લાખ જેટલા એકઠા થયા છે
  • સરકાર દ્વારા એસટી નિગમના કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર કરવામાં આવ્યા નથી

રાજકોટઃ કોરોના મહામારી દરમિયાન એસટી નિગમના કર્મચારીઓ સરકાર દ્વારા કોરોના વોરિયર્સ ન ગણવામાં આવતા તેમના મૃત્યુ બાદ તેમના પરિવારજનોને સહાય ન કરતા એસટી નિગમના કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સરકારના નિર્ણયના વિરોધમાં એસટી કર્મચારીઓએ રાજકોટ એસટી બસસ્ટેન્ડ ખાતે મુંડન કરાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

ST કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર ન કરવામાં આવતા મુંડન કરાવીને વિરોધ કર્યો

આ પણ વાંચોઃકોરોનાની સારવાર માટે માં અમૃતમ કાર્ડ અને વાત્સલ્ય કાર્ડમાંથી 50,000 ખર્ચની જાહેરાત સામે વિરોધ

એસટી નિગમના મૃતક કર્મચારીઓને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી

એસટી નિગમના મૃતક કર્મચારીઓને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી. આ સાથે જ એવી પણ માગ કરી હતી કે સરકાર દ્વારા એસટીના કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર કરવામાં આવે.

સૌરાષ્ટ્રના 18 કર્મચારીઓના કોરોનામાં મોત

કોરોના મહામારીમાં સૌરાષ્ટ્ર-કચ્છના એસટી નિગમમાં કામ કરતા કુલ 18 જેટલા કર્મચારીઓના કોરોના દરમિયાન મોત થયા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓના મોત બાદ તેમના પરિવાર માટે કોઈ સહાયની વ્યવસ્થા ન કરવામાં આવી નથી. આ કર્મચારીઓના પરિવારજનોને સહાય મળે તે માટે એસટી નિગમના કર્મચારીઓ દ્વારા જ ફાળો ઉઘરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે સરકારના નિર્ણય સામે એસટીના કર્મચારીઓએ પોતાનો રોષ વ્યકત કર્યો હતો.

આ પણ વાંચોઃગીર-સોમનાથ: વેપારીઓએ સરકાર પાસે ધંધો કરવાની માગી છૂટ

કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર કરવાની માગ

એસટી નિગમના કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવતા સમગ્ર મામલે એસટી વિભાગમાં કામ કરતા મુકેશસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા એસટી નિગમના કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર કરવામાં આવ્યા નથી. ત્યારે તેમના પરિવારોને સહાય આપવા માટે અમે વિવિધ જગ્યાએ ફાળો ઉઘરાવવાનું શરૂ કર્યું છે તેમજ ઓનલાઇન ફાળા દરમિયાન અત્યાર સુધીમાં રૂપિયા 1 લાખ જેટલા એકઠા થયા છે. ત્યારે હવે તમામ એસટી મથકો પર પેટી મૂકીને પણ મૃતકોના પરિવારજનો માટેની રકમ એકઠી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details