ગુજરાત

gujarat

ETV Bharat / city

જાસૂસી કરવી ભાજપ માટે નવી વાત નથી, ખુલાસા કરવાની જગ્યાએ રાજીનામુ આપવુ જોઈએ : હાર્દિક પટેલ - Spying is nothing new for the BJP

રાજકોટમાં આજે મંગળવારે યુથ કોંગ્રેસ માટે નવા સભ્યોની નોંધણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હાજર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે દેશમાં જાસૂસીકાંડના પગલે ભાજપની સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપ માટે આ કોઈ નવી વાત નથી. તેમણે ખુલાસા કરવાની જગ્યાએ રાજીનામા આપવા જોઈએ.

જાસૂસી કરવી ભાજપ માટે નવી વાત નથી, ખુલાસા કરવાની જગ્યાએ રાજીનામુ આપવુ જોઈએ
જાસૂસી કરવી ભાજપ માટે નવી વાત નથી, ખુલાસા કરવાની જગ્યાએ રાજીનામુ આપવુ જોઈએ

By

Published : Jul 20, 2021, 5:28 PM IST

  • રાજકોટમાં ઉપસ્થિત હાર્દિક પટેલે સરકાર પર કર્યા પ્રહાર
  • ભાજપ માટે જાસૂસી કરવી એ કોઈ નવી વાત નથી - હાર્દિક પટેલ
  • સરકારે ખુલાસા ન કરવા જોઈએ, રાજીનામા આપવા જોઈએ

રાજકોટ: આજે મંગળવારે કોંગ્રેસ દ્વારા યુથ કોંગ્રેસના સભ્યોની નોંધણીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે યુથ કોંગ્રેસના કાર્યક્રમમાં ભાગ લેવા માટે અનેક યુવાઓ પણ આવ્યા હતા. રાજકોટ ખાતે હાર્દિક પટેલે સરકારના જાસૂસીકાંડને લઈને જણાવ્યું હતું કે, ભાજપ માટે આ નવું નથી. તેઓ વર્ષોથી આમ કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યુથ કોંગ્રેસને આ પ્રકારના અભિયાનથી મજબૂત બનાવમાં આવશે. તેમજ અમે યુવા વર્ગને મેદાનમાં ઉતારવા માંગીએ છીએ. હાલ ગુજરાતમાં અનેક યુવાઓ બેરોજગાર છે. તેમને રોજગારી પ્રાપ્ત થાય તે દિશામાં કામ કરીશું.

જાણો શું કહ્યું હાર્દિક પટેલે ?

ગુજરાતમાં 8 વર્ષ પહેલાં જાસૂસી કાંડ થયો હતો : હાર્દિક

તાજેતરમાં જ દેશમાં ઇઝરાયેલી સોફ્ટવેર પેગાસસ (Pegasus) દ્વારા અનેક નેતાઓ, અધિકારીઓ તેમજ પત્રકારોના ફોન હેક કરાયા હોવાનો મામલો સામે આવ્યો છે. જે મામલે હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ માત્ર બે દિવસ પહેલાની વાત નથી. આ અગાઉ પણ ગુજરાતમાં 8 વર્ષ પહેલાં જાસૂસી કાંડ બહાર આવ્યો હતો. તે સમયે ફોન ટેપિંગ થયા હતા અને યુવતીઓની જાસૂસી કરાવવામાં આવતી હતી. જે આ સરકારનો જૂનો રેકોર્ડ છે. તેમજ આમા કઈ નવું નથી.

કોંગ્રેસ દ્વારા યોજાયેલો યુથ કોંગ્રેસના સભ્યોની નોંધણીનો કાર્યક્રમ

સરકારે આ મામલે ખુલાસાને બદલે રાજીનામું આપવું જોઈએ

હાર્દિક પટેલે દેશમાં જાસૂસી કાંડ મામલે જણાવ્યું હતું કે, ઇઝરાયેલી સરકાર પાસેથી પેગાસસ નામનો સોફ્ટવેર લઈને દેશના લોકોના ફોન ટેપ કરવાએ ગુન્હો છે. તેમજ હાર્દિક પટેલ દ્વારા આ મામલે સરકાર અને આ કાંડમાં સંડોવાયેલા સરકારના નેતાઓએ ખુલાસો કરવાના બદલે રાજીનામુ આપવાની માંગણી કરવામાં આવી હતી. આ સાથે જ હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે સરકારની પોલ ખુલે છે ત્યારે ત્યારે તે એમ કહે છે કે આ આંતરરાષ્ટ્રીય સાજીશ છે. ખેડૂત આંદોલન અને ફોન ટેપિંગ મામલે પણ સરકાર બચવા માટે આ પ્રકારનું નિવેદન કરે છે.

કોંગ્રેસ દ્વારા યોજાયેલો યુથ કોંગ્રેસના સભ્યોની નોંધણીનો કાર્યક્રમ

કાર્યક્રમ દરમિયાન કોરોનાના નિયમોનો ભંગ

રાજકોટના 150 ફૂટ રીગરોડ પર આવેલા એક પાર્ટી પ્લોટ ખાતે યુથ કોંગ્રેસ દ્વારા નોંધણી પ્રક્રિયાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ શહેર અને જિલ્લાઓના યુવાઓ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા હતા. અહીં કોરોના નિયમોને નેવે મુકવામાં આવ્યા હતા. યુવાઓએ દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું નહોતું. જ્યારે કેટલાક યુવાઓએ માસ્ક પણ નહોતા પહેર્યા. આમ જાહેરમાં જ કોરોના નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details