નવી દિલ્હી: એર ટ્રાફિક કંટ્રોલ (ATC) રાજકોટની ફરજિયાત ટેક-ઓફ પરવાનગી વગર ગયા અઠવાડિયે દિલ્હી (Flight Took Off without ATC Approval) જતી સ્પાઈસ જેટની ફ્લાઇટ (Rajkot to Delhi Spicejet Flight) ગુજરાતના રાજકોટથી ઉપડી હતી. ભારતના એવિએશન વોચડોગ, ડાયરેક્ટર- જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ સ્પાઇસજેટના પાઇલોટ્સ સામે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.
30 ડિસેમ્બર 2021ના રોજ બની ઘટના
રાજકોટ એરપોર્ટ ડિરેક્ટરના (A senior officer of AAI) જણાવ્યા અનુસાર આ ઘટના 30 ડિસેમ્બર 2021ના રોજ બની હતી. પાયલોટે રાજકોટ ATC પાસેથી ફરજિયાત ટેક- ઓફની પરવાનગી લીધી ન હતી. એક વિગતવાર અહેવાલ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) હેડક્વાર્ટર અને DGCAને મોકલવામાં આવ્યો છે.
પરવાનગી લીધા વિના એરક્રાફ્ટના પાઇલટ્સે દિલ્હી માટે ટેક- ઓફ કર્યું
ફ્લાઇટના સમયપત્રક મુજબ SG- 3703 દિલ્હી માટે ટેક- ઓફ કરવા માટે સમયસર હતું પરંતુ ATC દ્વારા જોવામાં આવ્યું હતું કે ટેક-ઓફ માટે ફરજિયાત પરવાનગી લીધા વિના એરક્રાફ્ટના પાઇલટ્સે દિલ્હી માટે ટેક- ઓફ કર્યું હતું.
પાઈલટે માફી માગી અને કહ્યું કે આ એક ભૂલ હતી