ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં મેયર પદ માટેના પ્રબળ દાવેદર ભાનુબેન બાબરીયા સાથે ખાસ વાતચીત - રાજકોટ મેયર પદનાં દાવેદાર

સ્થાનિક સ્વરાદની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે રાજકોટમાં ભાજપમાંથી ચૂંટાયેલા પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાને વોર્ડ નંબર 1માંથી ટિકિટ આપવામાં આવી છે. જો રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો વિજય થાય તો મેયર પદના પ્રબળ દાવેદાર ભાનુબેન બાબરિયા છે.ત્યારે ETV ભારતે તેમની સાથે કરી ખાસ વાતચીત.

રાજકોટમાં મેયર પદ માટેનાં પ્રબળ દાવેદર ભાજપનાં ઉમેદવાર ભાનુબેન બાબરીયા સાથે ખાસ વાતચીત
રાજકોટમાં મેયર પદ માટેનાં પ્રબળ દાવેદર ભાજપનાં ઉમેદવાર ભાનુબેન બાબરીયા સાથે ખાસ વાતચીત

By

Published : Feb 5, 2021, 4:12 PM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
  • રાજકોટમાં આ વખતે મેયર પદ મહિલાઓ માટે અનામત
  • રાજકોટમાં મેયર પદના પ્રબળ દાવેદાર સાથે ETV ભારતની ખાસ વાતચીત

    રાજકોટ: રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ત્યારે રાજકોટમાં ભાજપના 72 ઉમેદવારો પોતાના ઉમેદવારી ફોર્મ ભરવાના શરૂ કરી દીધા છે. આ માટે શહેરના બહુમાળી ચોક ખાતે ભાજપ દ્વારા સભા યોજવામાં આવી હતી. ભાજપમાંથી પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાને વોર્ડ નંબર 1માંથી ટિકિટ ફાળવવામાં આવી છે. ત્યારે જો રાજકોટ કોર્પોરેશનમાં ભાજપની જીત થશે, તો મેયર પદ માટે ભાનુબેન બાબરીયાના નામની ચર્ચાઓ પ્રબળ બની છે. તેઓ પણ શુક્રવારે જ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાના છે.
    રાજકોટ ખાતે યોજાયેલો કાર્યક્રમ


    પાર્ટી જે નિર્ણય લેશે તે મને માન્ય રહેશે: બાબરીયા

    ETV ભારત દ્વારા ભાનુબેન બાબરીયા સાથે કરવામાં આવેલી ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, મેયર માટે પક્ષ જે નિર્ણય કરશે તે માન્ય રાખવામાં આવશે. જ્યારે રાજકોટ વધુ સ્માર્ટ બને તે દિશામાં હું કામ કરીશ. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મનપામાં આ વર્ષે યોજાયેલી ચૂંટણીમાં મેયર પદ મહિલા અનામત માટે છે. જેને લઈને ભાજપમાંથી ભાનુબેન બાબરીયા નામની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જેને લઈને ભાનુબેન બાબરીયાએ પણ પોતાની દાવેદારી નોંધવા માટે આવી પહોંચ્યા હતા.
    રાજકોટમાં મેયર પદ માટેનાં પ્રબળ દાવેદર ભાજપનાં ઉમેદવાર ભાનુબેન બાબરીયા સાથે ખાસ વાતચીત

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details