રાજકોટ:સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ શહેરમાં નશાનો કાળો કારોબાર(Rajkot Drug Case) બેરોકટોક ચાલી રહ્યો છે જેમાં રાજકોટ શહેરમાં યુવાધનને નશાના રવાડે ચડાવનાર મુખ્ય ડ્રગ પેડલર એવા પિતા-પુત્રની રાજકોટ SOG પોલીસે(Rajkot SOG Police) ધરપકડ કરી છે. સમગ્ર બાબતે પોલીસે આરોપી પાસેથી 7.64 લાખની કિંમતનું 76.45 ગ્રામ MD ડ્રગનો જથ્થો(MD drug in Rajkot) ઝડપી પાડી કુલ 8.24 લાખનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી પાસેથી 7.64 લાખની કિંમતનું 76.45 ગ્રામ MD ડ્રગનો જથ્થો આ પણ વાંચો:હાઈવે પર કાર લઈને આરામથી આવતી મહિલાને પોલીસે લઈ ગઈ! કેમ જૂઓ
રાજકોટ SOG પોલીસે મુખ્ય ડ્રગ્સ પેડલરની કરી ધરપકડ -રાજકોટ શહેરમાં ડ્રગ્સ તેમજ નશીલા પદાર્થોનું વેચાણ અટકાવવા(Prevent the Sale of Narcotics) અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. જેના પગલે રાજકોટ SOG પોલીસે ચોક્કસ બાતમીના આધારે રાજકોટના મુખ્ય ડ્રગ્સ પેડલર એવા પિતા-પુત્ર ઈરફાન પટણી અને અમન પટણીની ધરપકડ કરી છે.
76.45 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો અને 8.24 લાખનો મુદામાલ કબજે - મુંબઇથી ડ્રગ્સ લઈ અમદાવાદથી રાજકોટ આવતા સમયે અમદાવાદ હાઇવે ઉપર માલિયાસણ(Maliasan on Ahmedabad Highway) નજીક એક ટેક્સી બદલી બીજા વાહનમાં જાય તે પહેલા ચોક્કસ માહિતીના આધારે વોચ ગોઠવી આવતાની સાથે જ તેને ઝડપી પાડી હતી. તેની અંગજડતી લેતા તેની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ બાબતે પોલીસે આરોપી પાસેથી 7.64 લાખની કિંમતનો 76.45 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સહિત કુલ 8.24 લાખનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પેડલરોને પડીકી બનાવી રૂપિયા 4000માં વેચતો -રાજકોટમાં તમામ ડ્રગ્સ પેડલરો(Drugs peddlers in Rajkot) તેમજ ડ્રગ્સના બંધાણી યુવાનોને ઈરફાન પટણી અને ઝલાલ MD ડ્રગ્સ પૂરું પાડતા હતા. રાજકોટ SOG પોલીસે થોડા સમય પહેલા ઝલાલની ધરપકડ કરી હતી. અને બાદમાં અન્ય મુખ્ય પેડલર પિતા-પુત્ર પટણીની ધરપકડ કરી છે. ઇરફાન અને તેનો પુત્ર મુંબઇથી ડ્રગ્સ લાવી કોલેજીયન યુવાનોને તેમજ અન્ય પેડલરોને પડીકી બનાવી રૂપિયા 4000માં વેચતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આ પણ વાંચો:Drugs case in Vadodara: રાજ્યમાં ફરી ઝડપાયું ડ્રગ્સ
NDPS અને પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે -પકડાયેલ આરોપી ઇરફાન પટણીને અગાઉ યુવા ક્રિકેટરની માતાએ કરેલા આક્ષેપ મામલે ગત વર્ષે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રેસકોર્સ નજીક હોટલમાંથી ધરપકડ કરી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં(Rajkot Crime Branch) તે NDPS અને પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ SOG પોલીસે આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી વધુ તપાસ અર્થે રાજકોટ કુવાડવા પોલીસને(Rajkot Kuwadwa Police) સોંપી રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.