- રાજકોટમાં સામાજિક કાર્યકરે નોંધાવી પતિ સામે પોલીસ ફરિયાદ
- દારૂના નશામાં શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ કરી
- કેનેડામાં રહેતાં પતિ સામે ફરિયાદ નોંધાવી
રાજકોટઃ રાજકોટની સુશિક્ષિત સામાજિક કાર્યકર તરીકે જાણીતાં ગોરા ત્રિવેદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું તે તેના કેનેડામાં રહેતાં પતિએ કહ્યું કે તારામાં નહીં, તારા પગારમાં રસ છે. તેઓ દારૂના નશામાં શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે.
- સાસરીયાંનો પણ ત્રાસ
જ્યારે ગોરા ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે સાસું પણ અવારનવાર મેણાંટોણાં મારતાં હતાં. સાસુએ કહ્યું તું અમારા પટેલની છોકરી જેવી કામઢી નથી, કામની બાવી છો. દીકરાને કેનેડામાં ધંધો કરવો છે, તારા પપ્પાને ઘરેથી પૈસા લઇ આવ કહી ત્રાસ ગુજાર્યો હતો. સસરા અને નણંદની પણ ચઢામણી જણાવવામાં આવી છે. ચાર વર્ષ પહેલાં ઉમરમાં 10 વર્ષ નાના નીરવ ઘોડાસરા સાથે બીજા લગ્ન કરનાર ગોરાબેન ત્રણ માસથી રાજકોટ માવતરે રહે છે. પતિ નીરવ અચાનક કેનેડામાં સંપર્કવિહોણો થઇ ગયો અને છૂટાછેડાની નોટીસ મોકલી હતી.
સામાજિક કાર્યકર ગોરા ત્રિવેદીએ પતિ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ - રાજકોટ
રાજકોટના સામાજિક કાર્યકર ગોરા ત્રિવેદીએ તેના પતિ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં રિયાદ નોંધાવી છે. ચાર વર્ષ પહેલાં નીરવ સાથે બીજા લગ્ન કરનાર ગોરાબેન ત્રણ માસથી રાજકોટ માવતરે છે. કેનેડામાં રહેતાં તેના પતિ નીરવ ઘોડાસરા દારૂના નશામાં શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાની મહિલા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સામાજિક કાર્યકર ગોરા ત્રિવેદીએ પતિ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ