- રાજકોટના ગુંદાવાડી બજારમાં લોકોના ટોળેટોળા ઉમટ્યા
- રાત્રિ કરફ્યૂ લાદવા છતા પણ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ
રાજકોટમાં ગુંદાવાડી બજારમાં ખરીદી માટે લોકોની પડાપડી, સોશિયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ - social distancing in rajkot
રાજકોટના ગુંદાવાડી બજારમાં દિવાળી બાદ પણ લોકો ખરીદી માટે પડાપડી કરતાં જોવા મળ્યા હતા. રાજ્યના ચારેય મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કરફ્યૂ લગાવવામાં આવ્યો હોવા છતાં પણ લોકોમાં કોરોના મહામારી અંગેની જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે જે એક ચિંતાનો વિષય છે.
રાજકોટમાં ગુંદાવાડી બજારમાં ખરીદી માટે લોકોની પડાપડી, સોશીયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ
રાજકોટઃ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ આ ચાર મહાનગરોમાં રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે. ત્યારે હજુ પણ કોરોનાને લઈને લોકોમાં જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં હજુપણ લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરતા હોવાનું કેમેરામાં કેદ થયું છે. તેમજ લોકોને કોરોનાનો જરા પણ ડર ન હોય તે રીતે બજારમાં ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.