- રાજકોટથી આ બસ રાત્રે 9 વાગ્યે ઉપડશે
- નાથદ્વારા સહિતના રૂટની બસો આજથી શરૂ
- સ્લિપિંગ કોચની ટિકિટ 505 અને સિટિંગની 425 રૂપિયા રહેશે
રાજકોટઃ રાજકોટ એસ.ટી. ડિવિઝને કેટલીક લાંબા રૂટની બસ સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. તેમાં સોમવારથી સુરત એક્સપ્રેસ, દાહોદ, મંડોર અને નાથદ્વારા રૂટની બસ શરૂ કરવામાં આવી છે. રાજકોટ નાથદ્વારા રૂટની સ્લીપર કોચ સેવા સોમવારથી શરૂ કરવામાં આવી છે.