ગુજરાત

gujarat

ETV Bharat / city

તહેવાર પૂર્વે સિંગ અને કપાસિયા તેલના ભાવ થયા સરખા, ડબ્બાનો ભાવ રૂપિયા 2500 - Rise in petrol-diesel prices

કોરોના કાળમાં લોકો બેરોજગાર થયા છે, તેમાં મોંઘવારી પણ ઘણી વધી છે. લોકોને બેરોજગારીમાં મોંઘવારીનો માર સહન કરવો પડે છે. ત્યારે હાલ તહેવારોની સીઝન શરૂ થતા રાજકોટમાં તેલ(Food Oli)ના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ સાથે તેલના ભાવમાં પણ વધારો થયો છે.

તહેવાર પૂર્વે સિંગ અને કપાસિયા તેલના ભાવ થયા સરખા
તહેવાર પૂર્વે સિંગ અને કપાસિયા તેલના ભાવ થયા સરખા

By

Published : Aug 10, 2021, 11:51 AM IST

  • ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થતાં મોંઘવારીનો માર સહન કરતી પ્રજા પર વધુ એક બોજો આવ્યો
  • ફરી ભાવ વધારો થતાં કપાસિયા તેલના અને સિંગતેલના ભાવ સરખા દેખાઈ રહ્યા છે
  • પામોલીન તેલે પણ રૂપિયા 2,000ની સપાટી કુદાવી છે

રાજકોટ: દેશમાં એક તરફ કોરોનાની બીજી લહેર હજુ સંપૂર્ણ રીતે પૂરી થઈ નથી. તેવામાં સતત મોંઘવારી વધી રહી છે. જ્યારે દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. એવામાં હવે ખાદ્યતેલ(Food Oli)ના ભાવમાં પણ વધારો થતાં મોંઘવારીનો માર સહન કરતી પ્રજા પર વધુ એક બોજો આવ્યો છે.

આ પણ વાંચો- રાજકોટમાં સિંગતેલના ભાવ કરતા કપાસીયા તેલના ભાવ વધુ

બન્ને તેલના ભાવ સરખા ચાલી રહ્યા છે

પેટ્રોલ-ડિઝલના ભાવની સાથે ખાદ્યતેલ(Food Oli)ના ભાવમાં પણ દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ગત અઠવાડિએ સિંગતેલ કરતાં કપાસિયાના તેલના ભાવ વધી ગયા હતા, પરંતુ હવે બન્ને તેલના ભાવ સરખા ચાલી રહ્યા છે.

15 કિલોના ડબ્બાના થયા રૂપિયા 2,500

ગત અઠવાડિયે સિંગતેલ કરતાં કપાસિયાના તેલના ભાવ રૂપિયા 50થી લઈને 70 સુધીના જોવા મળ્યા હતા. જ્યારે હવે ફરી ભાવ વધારો થતાં કપાસિયા તેલના અને સિંગતેલના ભાવ સરખા દેખાઈ રહ્યા છે. હાલ 15 કિલોના ડબ્બાનો ભાવ રૂપિયા 2,500 નોંધાયો છે.

ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થતાં સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે

આગામી દિવસોમાં મહત્વના મનાતા એવા જન્માષ્ટમી, રક્ષાબંધન સહિતના તહેવારો આવી રહ્યા છે. તેવામાં ખાદ્યતેલ(Food Oli)ના ભાવમાં સતત વધારો થતાં સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. જ્યારે તહેવારોની સિઝન આવતા હવે ખાદ્યતેલની માર્કેટમાં ડિમાન્ડ વધી રહી છે. જેને લઇને આ ભાવ વધારો થતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-સુરતમાં ટેમ્પામાં મુકેલા 56,800 રૂપિયાની કિંમતના ખાદ્ય તેલના 20 ડબ્બા ચોરાયા

તહેવારોમાં સિંગતેલની ડિમાન્ડ વધી

તેલના ભાવમાં વધારા પાછળનું એક એવું કારણ પણ માનવામાં આવી રહ્યું છે કે, સામાન્ય દિવસ કરતા હવે તહેવારોમાં ખાદ્યતેલમાં ડિમાન્ડ વધી છે. જેને લઇને તેમાં ભાવ વધારો થયો હોવાની શક્યતાઓ જાણવા મળી રહી છે. જ્યારે અઠવાડિયે કપાસિયા તેલના ડબ્બાના ભાવ રૂપિયા 2,485 હતા અને સીંગતેલનો ડબ્બો રૂપિયા 2,490ની સપાટીની આસપાસ જોવા મળ્યો હતો. આમ કપાસિયા તેલના ભાવ સિંગતેલ કરતાં વધુ હતો જે આ અઠવાડિયે સરખા ચાલી રહ્યા છે. જ્યારે પામોલીન તેલે પણ રૂપિયા 2,000ની સપાટી કુદાવી છે.

ABOUT THE AUTHOR

...view details