ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ રામભરોસે, અંતિમવિધિ માટે એક સાથે અનેક મૃતદેહો ભેગા રાખવા પડ્યા - પોઝિટિવ કેસની સંખ્યા

નવા રેકોર્ડ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 53 પોઝિટિવ દર્દીઓના મોત થયા છે ત્યારે પોઝિટિવ કેસની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સ્મશાન ગૃહમાં પણ અંતિમ વિધિમાં મૃતદેહનો ખડકલો જોવા મળ્યો હતો.

રાજકોટ રામભરોસે, અંતિમવિધિ માટે એક સાથે અનેક મૃતદેહો ભેગા રાખવા પડ્યા
રાજકોટ રામભરોસે, અંતિમવિધિ માટે એક સાથે અનેક મૃતદેહો ભેગા રાખવા પડ્યા

By

Published : Apr 16, 2021, 2:02 PM IST

  • રાજકોટ હવે ભગવાનના શરણે
  • રાજકોટમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ખરાબ બની છે
  • અંતિમસંસ્કાર માટે પણ વેઇટિંગની પરિસ્થિતિ

રાજકોટ: સમગ્ર દેશમાં જે રીતે કોરોનાના કહેર જોવા મળી રહ્યો છે. પહેલા અને બીજા તબક્કા કરતા ત્રીજા તબક્કાએ દેશ અને દુનિયાને પોતાના ભરડામાં લીધો છે. સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ખરાબ બની છે. રાજકોટમાં કોરોનાનો હાહાકાર દરરોજ આંકડાઓમાં સામે આવી રહ્યા છે. નવા રેકોર્ડ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 53 પોઝિટિવ દર્દીઓના મોત થયા છે ત્યારે પોઝિટિવ કેસની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સ્મશાન ગૃહમાં પણ અંતિમ વિધિમાં મૃતદેહનો ખડકલો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો:સુરતની નવી હોસ્પિટલમાં ઠેર ઠેર મૃતદેહો જોવા મળ્યા

બાપુનગર સ્મશાનમાં ગુરુવારે 25 મૃતદેહોની અંતિમવિધિ કરવામાં આવી

રાજકોટમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ખરાબ બની છે. આવી પરિસ્થિતિ વચ્ચે રાજકોટમાં હવે લાશો પણ લાચાર બની, એકસાથે અનેક મૃતદેહ આવી જતા અંતિમસંસ્કાર માટે પણ વેઇટિંગની પરિસ્થિતિ જોવા મળી રહી છે. શહેરની બાપુનગર સ્મશાનમાં ગુરુવારે 25 મૃતદેહોની અંતિમવિધિ કરવામાં આવી હતી. ત્યારે બાપુનગર સ્મશાન ગૃહના દ્રશ્ય જોતા જ લોકોના હૃદય હચમચાવી દીધા હતા. કરુણતા તો એ હતી કે એક સાથે અનેક મૃતદેહો ભેગા રાખવા પડ્યા કારણ કે ચિતાઓ સળગે અને ઠરે ત્યાં સુધી મજબૂર બનીને રાહ જોવી પડતી હતી.

આ પણ વાંચો:વલસાડમાં સ્મશાનનો અભાવ, હોસ્પિટલમાં 3-3 દિવસ સુધી પડ્યા રહે છે કોરોના સંક્રમિત મૃતદેહો

ABOUT THE AUTHOR

...view details