- જિલ્લા પંચાયતમાં 36માંથી 25 બેઠકો પર વિજય વાવટો
- શનિવારે ભાજપની સંસદીય બોર્ડની બેઠક મળી હતી
- સુકાનીઓએ પોતાનું ફોર્મ ભરી અને DDOને સુપ્રત કર્યુ હતું
રાજકોટ : જિલ્લા પંચાયતમાં 36માંથી 25 બેઠકો પર વિજય વાવટો ફરકાવીને ભાજપે બહુમતી હાંસલ કરી છે. આવતીકાલે પ્રમુખ-ઉપપ્રમુખ માટે ચૂંટણી થવાની છે. તે પૂર્વે નવા સુકાનીઓના નામો નક્કી કરવા શનિવારે ભાજપની સંસદીય બોર્ડની બેઠક મળી હતી. જિલાપંચાયતની બેઠકમાં ભાજપના જ બે જુથ વચ્ચે ભારે ખેંચતાણ વચ્ચે પ્રમુખ પદ માટે ભુપત બોદરની પસંદગી કરવામાં આવી હતી. આવતીકાલે બુધવારે ચૂંટણી યોજવામાં આવશે.
જીલાપંચાયતની બેઠકમાં પ્રમુખ પદ માટે ભુપત બોદરની પસંદગી આ પણ વાંચો :રાજકોટ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે ભુપત બોદરનું નામ ફાઈનલ
પ્રમુખ પદ માટે ભુપત બોદરની પસંદગી કરવામાં આવી
જિલ્લા પંચાયતના નવા સુકાનીઓ આજે ફોર્મ ભરશે. આજે 11 વાગ્યે સુકાનીઓએ પોતાનું ફોર્મ ભરી અને DDOને સુપ્રત કર્યુ હતું. જ્યારે જિલ્લા પંચાયતની બેઠકમાં ભાજપના જ બે જુથ વચ્ચે ભારે ખેંચતાણ વચ્ચે પ્રમુખ પદ માટે ભુપત બોદરની પસંદગી કરવામાં આવી હતી. ભુપત બોદર 29 કરોડના આસામી છે.રાજકોટ જિલ્લા પંચાયતના નવા સુકાનીઓ આજે ફોર્મ ભરશે. આજે 11 વાગ્યે સુકાનીઓએ પોતાનું ફોર્મ ભરી અને DDOને સુપ્રત કર્યું હતું. આવતીકાલે બુધવારે ચૂંટણી યોજવામાં આવશે. ભુપત બોદર મુખ્યમંત્રી વિજય રૂપાણીના નજીકના માનવામાં આવે છે.
આ પણ વાંચો : ડાંગ જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે વ્હીપ જાહેર