ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટના ગરનાળાઓમાં ગડાડૂબ પાણી ભરાતા સ્કૂલ બસ ફસાઈ, સ્થાનિકોએ ધક્કો મારીને બહાર કાઢી

ગુજરાતમાં આપવામાં આવેલી વરસાદની આગાહીને પગલે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં મેઘો મંડાયો હતો. જેની સાથે રાજકોટ ( heavy rain in Rajkot )માં પણ મંગળવાર રાતથી લઈને બુધવાર સવારે સુધી બારે મેઘ ખાંગા થયા હતા. શહેરમાં વરસાદને પગલે અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ગરનાળાઓમાં ગડાડૂબ પાણી (Rain In Gujarat) ભરાયા હતા.

heavy rain in Rajkot
heavy rain in Rajkot

By

Published : Sep 29, 2021, 8:36 PM IST

  • રાજકોટમાં મંગળવારે રાત્રે 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો
  • વરસાદને પગલે આજી નદીમાં પાણીનું ઘોડાપૂર આવ્યું
  • શહેરના અનેક ગરનાળા પાણીમાં ગરકાવ થયા

રાજકોટઃ શહેર અને જિલ્લામાં મંગળવારે રાત્રે ભારે વરસાદ જોવા મળ્યો હતો. રાજકોટ ( heavy rain in Rajkot )માં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. રાતના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીમાં રાજકોટ શહેરમાં ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે સવારે 2 કલાકના વિરામ બાદ પણ શહેરમાં વરસાદ શરૂ થયો હતો. જે સાંજ સુધી ધીમીધારે યથાવત રહ્યો હતો. વરસાદને પગલે આજી નદી (Aji Dam)માં પાણીનું ઘોડાપૂર પણ જોવા મળ્યું હતું, જ્યારે રાજકોટના પોપટપરામાં આવેલું ગરનાળું પાણીના કારણે ભરાઇ જતા અહીંથી પસાર થઈ રહેલા વાહનો પણ પાણી(Rain In Gujarat)માં ડૂબી ગયા હતા. આ ઉપરાંત પસાર થતી સ્કૂલ બસ પણ પાણીમાં ફસાઈ હતી, જેને સ્થાનિકો દ્વારા ધક્કો મારીને બહાર કાઢવામાં આવી હતી.

રાજકોટના ગરનાળાઓમાં ગડાડૂબ પાણી ભરાતા સ્કૂલ બસ ફસાઈ

સ્કૂલ બસ પાણીના પ્રવાહમાં ફસાઈ

રાજકોટના પોપટપરા વિસ્તારમાં ગરનાળુ આવેલું છે, જ્યાં થોડો પણ વરસાદ થાય એટલે ગરનાળામાં પાણી ભરાઇ જવાની સ્થિતિ સર્જાઈ છે. એવામાં આજે બુધવારે પણ વહેલી સવારથી છૂટો છવાયો વરસાદ શહેરમાં જોવા મળ્યો હતો. જેને લઇને શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ગયા હતા, ત્યારે અહીંથી પસાર થતાં વાહનચાલકો પણ આ પાણીના પ્રવાહમાં ડૂબ્યા હતા. તે દરમિયાન અહીંથી પસાર થઈ રહેલી સ્કૂલ બસ પાણીના પ્રવાહમાં વચ્ચે ફસાઈ હતી. જેમાં ડ્રાઇવર સહિત 3 લોકો સવાર હતા. જોકે કોઇ જાનહાનિ સર્જાય તે પહેલાં જ સ્થાનિકોએ આ બસને તાત્કાલિક ધક્કો મારીને બહાર કાઢી નાખી.

રાજકોટના ગરનાળાઓમાં ગડાડૂબ પાણી ભરાતા સ્કૂલ બસ ફસાઈ

આગામી 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં આગામી 48 કલાક અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેને લઇને રાજકોટ વહીવટી તંત્ર પણ એલર્ટ થયું છે, જ્યારે મહાનગરપાલિકા દ્વારા આજી નદીના કિનારે નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને સૂચનાઓ આપવામાં આવી રહી છે, તેમજ વરસાદને પગલે તંત્ર દ્વારા સત્તત મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં ભારે વરસાદ અથવા પૂરની સ્થિતિ સર્જાય તો તાત્કાલિક સ્થાનિકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટેની સગવડ પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details