- સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો સત્તત બીજા વર્ષે રદ
- કોરોનાની ત્રીજી લહેરને પગલે નિર્ણય કરવામાં આવ્યો
- 10 લાખથી વધુ લોકો માણતા હતા મેળાની મજા
રાજકોટ: જન્માષ્ટમીના તહેવાર દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં લોકમેળાઓ અને ખાનગી મેળાઓ યોજાતા હોય છે. ત્યારે આ લોકમેળાઓ હવે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો મનાતો રાજકોટનો લોકમેળો પણ કલેકટર તંત્ર દ્વારા રદ કરવામાં આવ્યો છે. જ્યારે ગત વર્ષે પણ કોરોનાના કારણે રાજકોટના લોકમેળાને રદ કરવામાં આવ્યો હતો. કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વચ્ચે રાજકોટનો લોકમેળો રદ કરવામાં આવ્યો છે. જ્યારે ખાનગી મેળાઓ પણ હવે યોજાશે નહીં એટલે કે રાજકોટવાસીઓએ આ વર્ષે પણ જન્માષ્ટમીની ઉજવણી ઘરમાં જ કરવાની રહેશે.
ગત વર્ષે પણ લોકમેળો થયો હતો રદ
દેશમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે ગત વર્ષે પણ કોરોનાની મહામારીના કારણે રાજકોટ સહિતના જિલ્લાઓમાં જન્માષ્ટમી નિમિત્તે લોકમેળાઓ યોજાયા નહોતા. એવામાં હાલ કોરોનાની બીજી લહેર બાદ આરોગ્ય નિષ્ણાંતો દ્વારા આગામી દિવસોમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આ કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને રાજકોટ વહીવટીતંત્ર દ્વારા શહેરમાં યોજાતો લોકમેળો રદ કરવામાં આવ્યો છે. જ્યારે લોકમેળાની સાથે હવે ખાનગી મેળાઓ પણ યોજી નહી શકાય એટલે કે, રાજકોટવાસીઓ હવે લોકમેળાની મજા માણી શકશે નહીં.
10 લાખથી વધુ લોકો માણતા હતા મેળાની મજા