ગુજરાત

gujarat

ETV Bharat / city

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર ભવન દ્વારા MSCના વિદ્યાર્થીઓ માટે કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન કરાયું - chemistry Deaprtment placement

9 જાન્યુઆરીના રોજ કેમેસ્ટ્રી ડીપાર્ટમેન્ટ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ઓક્સીજન હેલ્થ કેર લેબોરેટરી, કે જે ફાર્માસ્યૂટીકલ કંપની છે. તેમજ યુ.કે.માં હેડક્વાર્ટર ધરાવે છે. અમદાવાદ સ્થિત આ કંપની દ્વારા કેમેસ્ટ્રી ડીપાર્ટમેન્ટમાં પ્લેસમેન્ટ ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવ્યા હતા.

cx
cx

By

Published : Jan 16, 2021, 7:24 AM IST


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર ભવન દ્વારા MSCના વિદ્યાર્થીઓ માટે કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન કરાયું

પ્લેસમેન્ટ માટે 300 વિદ્યાર્થીઓ હાજર રહ્યા


રાજકોટઃ 9 જાન્યુઆરીના રોજ કેમેસ્ટ્રી ડીપાર્ટમેન્ટ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ઓક્સીજન હેલ્થ કેર લેબોરેટરી, કે જે ફાર્માસ્યૂટીકલ કંપની છે. તેમજ યુ.કે.માં હેડક્વાર્ટર ધરાવે છે. અમદાવાદ સ્થિત આ કંપની દ્વારા કેમેસ્ટ્રી ડીપાર્ટમેન્ટમાં પ્લેસમેન્ટ ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવ્યા હતા.

પ્લેસમેન્ટ માટે 300વિદ્યાર્થીઓ હાજર રહ્યા

કેમેસ્ટ્રી ડીપાર્ટમેન્ટ દ્વારા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળી રહે તે હેતુથી ભવનના વિદ્યાર્થીઓ ઉપરાંત આત્મીય યુનિવર્સિટી, આર.કે. યુનિવર્સિટી, એચ.એન.શુક્લ કોલેજ, હરિવંદના કોલેજ, ટી.એન.રાવ કોલેજમાં M.Sc કેમેસ્ટ્રીમાં ચોથા સેમેસ્ટરમાં ભણતા વિદ્યાર્થીઓને આમંત્રીત કરાયા હતા. જેમાં કુલ 300 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાંથી 100 વિદ્યાર્થીઓ રીટર્ન ટેસ્ટ બાદ ક્વોલીફાઈ થયાં હતા અને તેમના મૌખીક ઇન્ટરવ્યુ લેવામાં આવ્યાં હતાં.

2.65 લાખના વાર્ષિક પેકેજમાં પ્રોબેશન પીરીયડમાં નિમણુક

જે વિદ્યાર્થીઓ મૌખીક ઇન્ટરવ્યુમાં ક્વોલીફાઈ થશે તેમને અમદાવાદ સ્થિત કંપનીની ઓફીસમાં ફાઈનલ ઈન્ટરવ્યુ થશે અને તેમની 2.65 લાખના વાર્ષિક પેકેજમાં પ્રોબેશન પીરીયડમાં નિમણુક થશે. ત્યારબાદ રૂપિયા 3.5 લાખના વાર્ષિક પેકેજમાં રેગ્યુલર નિમણુક થશે. આ ઈન્ટરવ્યુ અંગે ભવનના અધ્યક્ષ ડૉ.એચ.એસ.જોષી, ડૉ.રંજનબેન ખૂંટ અને ડૉ.એમ.કે.શાહ સાહેબે જવાબદારી સંભાળી હતી. તેમજ આ અંગે કુલપતિશ ડૉ. નીતિનભાઈ પેથાણી અને ઉપકુલપતિ ડૉ. વિજયભાઈ દેશાણીએ ભવનની પ્રવૃતિને બીરદાવી હતી અને શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા.


ABOUT THE AUTHOR

...view details