- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં નિર્ણય લેવાયો
- આગામી માસમાં ઓફલાઈન પરીક્ષાઓ લેવાશે
- 8 જૂલાઈથી સ્નાતક, અનુસ્નાતક પરીક્ષાઓ લેવાશે
રાજકોટઃ સમગ્ર ગુજરાતમાં હાલ કોરોનાના કેસ અને સંક્રમણ હાલ કાબૂમાં આવતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો છે.પરીક્ષામાં અંદાજિત 65,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આજે યુનિવર્સિટી ખાતે સિન્ડિકેટની મહત્વની બેઠક મળી હતી. અલગ અલગ 17 એજન્ડા અંગે નિર્ણય લેવામાં આવનાર છે. જે પૈકી કેટલાક અગત્યના મુદ્દાઓને લયને સિન્ડિકેટની બેઠક યોજાઈ હતી
આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દારૂની બોટલ સાથે ફરતા કર્મચારી થયો સસ્પેન્ડ
આગામી 8 જુલાઇથી સ્નાતક, અનુસ્નાતકની રેગ્યુલર અને એક્સટર્નલ વિદ્યાર્થીની ઓફલાઇન પરીક્ષા લેવામાં આવશે.
આ અંગે કુલપતિ નીતિન પેથાણીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આગામી 8 જુલાઇથી સ્નાતક, અનુસ્નાતકની રેગ્યુલર અને એક્સટર્નલ વિદ્યાર્થીની ઓફલાઇન પરીક્ષા લેવામાં આવશે.પરીક્ષા સમયે કોઈ સંક્રમિત ન થાય તે માટે પરીક્ષા કેન્દ્ર પર દરેક વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પ્રવેશ અપાશે.
કોરોના ગાઈડલાઈન પાલન થશે