- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યોજશે વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષા
- આગામી 20 જૂનથી શરુ થશે પરીક્ષા
- અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની લેવાશે પરીક્ષા
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અગાઉ કેટલાક અમુક અભ્યાસક્રમની પરીક્ષાઓ લેવાઇ ગઇ છે પરંતુ બીજી લહેરના કારણે હજુ પણ મોટાભાગના અભ્યાસક્રમોની પરીક્ષા યોજવાની બાકી હતી. જ્યારે હવે કોરોનાના કેસ ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યા છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા કોલેજના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ પીજીમાં અભ્યાસ કરતાં બીજા અને ચોથા સેમેસ્ટના વિદ્યાર્થીઓની પણ પરીક્ષા યોજવામાં આવશે. જેના માટે યુનિવર્સિટી હાલ તૈયારીઓ શરૂ કરી છે.
150 જેટલા પરીક્ષા કેન્દ્રો ઉભા કરવામાં આવશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં પરીક્ષા આયોજનને લઇને 150 જેટલા પરીક્ષા કેન્દ્રો ઉભા કરવામાં આવનાર છે. ત્યારે એક ક્લાસમાં માત્ર 15 જેટલા વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે. તેમજ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના બાબતોનો પણ ખ્યાલ રાખવામાં આવશે. આ સાથે જ પરીક્ષા કેન્દ્ર ખાતે ડોક્ટરની એક ટીમ પણ તૈનાત રાખવામાં આવશે.જેને લઇને વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે. જેના માટે યુનિવર્સિટી દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ મ્યુકોરમાઇકોસીસના ઇન્જેકશન્સ આપવા કે નહીં તેની તપાસ સિવિલની ટીમ કરશે, ખાતરી બાદ અપાશે
પરીક્ષાર્થીઓને 15 દિવસ અગાઉ કહેવામાં આવશે