ગુજરાત

gujarat

ETV Bharat / city

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કોરોનાનો ભોગ બનેલા પરિવારના વિદ્યાર્થીઓની એક વર્ષની ફી માફ કરી

કોરોનાની બીજી લહેર ભારત સહિતના દેશોમાં માટે ખુબ જ ઘાતક સાબિત થઈ છે. જ્યારે લાખો લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા અને અનેક લોકોના મોત પણ કોરોનાના કારણે થયા હતા. કોરોનાની બીજી લહેરમાં પરિવારના મોભી અને કમાનાર વ્યક્તિઓના મોત થવાને પગલે ઘરની આર્થિક સ્થિતિ પણ કથળી છે. ત્યારે આ પરિસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી દ્વારા મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાભ થશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

By

Published : Jun 14, 2021, 4:30 PM IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ લીધો વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય
  • યુનિવર્સિટીમાં આવેલા તમામ ભવનોમાં લાગુ પડશે નિયમ
  • યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓને રાહત થાય તે માટેના પ્રયાસો કરાશે

રાજકોટઃકોરોના કાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓના માતા પિતા, પરિવારના મોભી અથવા ઘરમાં કમાનાર કોઈ વ્યક્તિનું જો કોરોનાના કારણે મોત થયું હોય તો આવા વિદ્યાર્થીઓ પાસેથી સૌરાષ્ટ્રમાં યુનિવર્સિટી દ્વારા એક વર્ષ માટે ફી નહિ લેવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલા તમામ 29 અલગ અલગ ભવનોમાં લાગુ પડશે, જેમાં એવા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક વર્ષ માટેની ફી માફીનો નિર્ણય જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓને પણ રાહત મળશે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં 200 બેડનું કોવિડ કેર સેન્ટર આખરે શરૂ

ખાનગી કોલેજોની ફીમાં રાહત થાય તેવા પ્રયાસ: ઉપકુલપતિ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોરોનામાં ભોગ બનેલા વિદ્યાર્થીઓ પાસેથી એક વર્ષ સુધી ફી નહિ લેવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેશાણી દ્વારા જણાવામાં આવ્યું હતું કે, જે પણ વિદ્યાર્થીઓના પરિવારના મોભીનું કોરોનામાં મૃત્યુ થયું હશે તેવા વિદ્યાર્થીઓ પાસેથી યુનિવર્સિટીમાં એક વર્ષની ફી નહિ લેવામાં આવે, જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં વિદ્યાર્થીઓને રાહત થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details