ગુજરાત

gujarat

ETV Bharat / city

ચોંકાવનારી માહિતી: યુવતીઓને હેકિંગથી વધુ ડર જ્યારે પરિવારના સભ્યો ફોન ચેક કરે ત્યારે લાગે છે - women are scared more when family checks their phone

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીએ તાજેતરમાં હાથ ધરેલા એક સર્વેમાં સામે આવ્યું છે કે, કોઈ મોબાઈલ કે સોશિયલ સાઇટ હેક કરે તેના કરતાં વધુ ડર યુવતીઓને પરિવારના સભ્યો દ્વારા મોબાઈલ ચેકીંગ કરવામાં આવતા લાગે છે. આ સર્વે અંગેની તમામ માહિતી માટે, વાંચો આ અહેવાલ...

યુવતીઓને હેકિંગથી વધુ ડર જ્યારે પરિવારના સભ્યો ફોન ચેક કરે ત્યારે લાગે છે
યુવતીઓને હેકિંગથી વધુ ડર જ્યારે પરિવારના સભ્યો ફોન ચેક કરે ત્યારે લાગે છે

By

Published : Sep 3, 2021, 2:49 PM IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરાયો સર્વે
  • સર્વેમાં ચોંકાવનારી માહિતી આવી સામે
  • સર્વેની માહિતી જાણવા વાંચો આ અહેવાલ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની નીમી પટેલે ભવન અધ્યક્ષ ડો. યોગેશ જોગસણના માર્ગદર્શનમાં તાજેતરમાં જ એક સર્વે હાથ કર્યો હતો. જેમાં સામે આવ્યું છે કે, કોઈ મોબાઈલ કે સોશિયલ સાઇટ હેક કરે તેના કરતાં વધુ ડર યુવતીઓને પરિવારના સભ્યો દ્વારા મોબાઈલ ચેકીંગ કરવામાં આવતા લાગે છે. મોટાભાગની મહિલાઓને લાગે છે કે પરિવારના સભ્યો તેમના ઓનલાઇન કે સોશિયલ સાઈટ પર બાજ નજર રાખીને બેઠા છે. જેને લઈને 1080 યુવાનો અને યુવતીઓ પર સાયબર ક્રાઇમ અને સોશિયલ સાઈટ આધારિત પ્રશ્નો પૂછીને સર્વે કર્યો હતો.

ચોંકાવનારી માહિતી

ભાઈઓ એટલે દેવદૂત નથી હોતા, એ તેમને સમજવું જોઈએ

એક યુવતીએ વધુમાં જણાવ્યું કે મારાં ભાઈઓ રાત્રે મારો મોબાઈલ ચેક કરવા અર્ધી રાત્રે જાગે છે. સ્ક્રીનશોટ અથવા તેનાં મોબાઈલમાં ફોટા પાડીને રાખે છે. આવા અવિશ્વાસથી ઘણી યુવતીઓ ન કરવાનું પછી કરતી હોય છે. અમારાં અંગત જીવનમાં ડોકીયું કરીને અમને આડે રસ્તે વાળવા મજબુર કરતા હોય એવું લાગે છે. ભાઈઓ એટલે દેવદૂત નથી હોતા એ દરેક ભાઈઓએ સમજવું જોઇએ.

ચોંકાવનારી માહિતી

સાયબર ક્રાઈમ કોણ કરે છે અને કેવી રીતે કરે છે?

સાઇબર ક્રાઈમ ચોરી કરવા માટે થાય છે. હવે તમને બધાને ખબર છે કે ચોરી કોણ કરે તો આપડે કહીશું ચોર, તો બસ સાઇબર ક્રાઈમ પણ ચોર ચોરી કરવા માટે કરે છે. સાઇબર ક્રાઈમ કરવા પાછળ ચોરનું શું કારણ હોય છે તે આપણે નક્કી ના કરી શકીએ તેમ છતાં પણ કદાચ એવું હોય કે કોઈ મજા લેવા માટે કરતા હોય, અમુક એવા હોય કે ચોરી કરીને તેનો ડેટા લીક કરવા માટે બ્લેક મેલ કરે, અમુક એવા હોય છે જે ચોરી કરીને ડેટા વેચીને પૈસા કમાય છે.

ચોંકાવનારી માહિતી

સાયબર ક્રાઇમમાં ક્યાં પ્રકારના ગુના નોંધાય છે?

સાયબર ક્રાઇમમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ અન્વયે એટીમએમ કાર્ડ ક્લોનિંગ, મેઈલ હેકિંગ, મોબાઈલ હેકિંગ, એટીએમ હેકિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડ હેકિંગ, કમ્પ્યુટર રીસોર્સીસ સાથે ચેડાં, સોશિયલ મીડિયા થકી ફ્રોડ કે બ્લેકમેલિંગ, પ્રાઇવસી ભંગ, બીભત્સ મટિરિયલ્સ કરવું અને બાળકોની પોરનોગ્રાફી સહીતના તમામ ગુનાઓનો સમાવેશ થાય છે.

સોશિયલ મીડિયા દ્વારા થતો સાયબર ક્રાઈમ

ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર પોતાના અથવા પોતાની ફેમિલીના ફોટા અપલોડ કરવાનું ટાળો એ હિતાવહ રહેશે. કારણ કે, તમારા ફોટા સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પણ ઉપાડી શકે છે અને તેનો દુરુપયોગ થઈ શકે છે. ખાસ કરીને ફેસબુકના એકાઉન્ટ ફેક હોઈ શકે છે. માટે વિશ્ર્વસનીય એકાઉન્ટમાંથી જ માહિતી શૅર કરવી જોઈએ, ફેબુક ઉપર કોઈની પણ ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતાં પહેલાં તેની પ્રોફાઈલ ચૅક કરી લેવી આવશ્યક છે. કારણ કે, ફ્રોડ લોકો તમારા માટે કોઈ છટકું ગોઠવવાની વેંતરણમાં હોય! અજાણી મિત્રતા દરખાસ્તોને નકારો. પરંતુ કોઈ પરિચિત તરફથી આવતી દરખાસ્તોની યોગ્ય ચકાસણી કર્યા પછી જ તેના પર નિર્ણય લેવો જોઈએ.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details