ગુજરાત

gujarat

ETV Bharat / city

શું તમને બિનજરૂરી વસ્તુ ચોરી કરવાની ટેવ છે...? જાણો કઈ બિમારીના બન્યા છો ભોગ

શું તમને બિનજરૂરી વસ્તુ ચોરી કરવાની ટેવ છે...? ચોરી ન કરવી હોય તો પણ માનસિક રીતે કંપલ્શન થવાના કારણે તે ચોરી કરો છો...? તો તમે છો માનસિક બિમારી ક્લેપ્ટોમેનિયાના શિકાર..વાંચો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ( Saurashtra University ) મનોવિજ્ઞાન ભવન દ્વારા તૈયાર કરવામાં આવેલો સ્ટડી રિપોર્ટ.

શું તમને બિનજરૂરી વસ્તુ ચોરી કરવાની ટેવ છે...? જાણો કઈ બિમારીના બન્યા છો ભોગ
શું તમને બિનજરૂરી વસ્તુ ચોરી કરવાની ટેવ છે...? જાણો કઈ બિમારીના બન્યા છો ભોગ

By

Published : Jul 18, 2021, 2:32 PM IST

Updated : Jul 18, 2021, 3:37 PM IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા સ્ટડી રિપોર્ટ
  • માનસિક બિમારી ક્લેપ્ટોમેનિયા અંગે તૈયૈર કરાયો રિપોર્ટ
  • શું તમને બિનજરૂરી વસ્તુ ચોરી કરવાની ટેવ છે...?
  • વાંચો તમે બન્યા છો ક્લેપ્ટોમેનિયાનો ભોગ..?

રાજકોટ: ક્લેપ્ટોમેનિયા...? આ માનસિક બિમારી જેમાં વ્યક્તિને બિનજરૂરી વસ્તુ ચોરી કરવાની ટેવ પડે છે. જેમાં વ્યક્તિને ચોરી ન કરવી હોય તો પણ માનસિક રીતે કંપલ્શન થવાના કારણે તે ચોરી કરે છે. જેને મનોવિજ્ઞાનમાં કલેપ્ટોમેનિયા કહે છે. જેમાં ચોરી કરવાની જરૂર પણ ન હોય અને નાણાકિય ફાયદો ઉઠાવવાની ઇચ્છા પણ ન હોય તેવા સંજોગોમાં ચોરી કરવાના તરંગને રોકી નહીં શકવાનું વર્તન જોવા મળે છે. ક્લેપ્ટોમેનિકને ચોરી કરતા પૂર્વે એક અલગ જ પ્રકારનું ટેન્શન થાય છે. જેવી ચોરીની ક્રિયા પૂર્ણ થાય પછી એ તણાવ શાંત થાય અને સંતોષ થાય. આ સંતોષ ફરી ને ફરી મેળવવાની ઇચ્છાથી ચોરીનું પુનરાવર્તન થયા જ કરે. પોતે જાણતા હોવા છતાં ચોરીની ક્રિયાને અટકાવી શકતા નથી. ક્યારેક આ ક્રિયા સાથે અપરાધભાવ, પસ્તાવો કે ડિપ્રેશન જોડાયેલું જોવા મળે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા માનસિક બિમારી ક્લેપ્ટોમેનિયા અંગે સ્ટડી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

  • જાણો શું છે ક્લેપ્ટોમેનિયા...?
  1. ક્લેપ્ટોમેનિયાએ ઓબ્સેસિવ-કમ્પલ્સીવ ડિસોર્ડર (ઓસીડી)નો એક ભાગ છે.
  2. પુરૂષો કરતા સ્ત્રીઓમાં આશરે ત્રણ ગણું પ્રમાણ વધુ જોવા મળે છે.
  3. આવા લોકોને આસપાસના અન્ય લોકો સાથેના સંબંધોમાં પણ મુશ્કેલી પડે છે.
  4. આ રોગ કોઈ પણ ઉંમરે થઈ શકે છે. બાળપણથી લઈને યુવાની સુધીમાં વધુ થઈ શકે છે અને વૃદ્ધાવસ્થાના લોકોમાં આ રોગ નહિવત જોવા મળે છે.
  5. ક્લેપ્ટોમેનિયાથી પીડાતા લોકો ઘણી વખત ચોરી કર્યા બાદ તણાવ અથવા દોષની લાગણી અનુભવે છે.
  • જાણો ક્લેપ્ટોમેનિયા થવાના કારણો...

આ સમસ્યાનું કારણ હજું સુધી સ્પષ્ટ થયુ નથી. આમ છતાં મનોવૈજ્ઞાનિકો માને છે કે, મગજમાંથી મુક્ત થયેલા સેરોટોનિન અને ડોપામાઇન જેવા ન્યુરોટ્રાન્સમીટર વ્યક્તિની લાગણી અને વર્તનને નિયંત્રિત કરે છે. વ્યક્તિને બંનેની કમી હોવાને કારણે આવી સમસ્યા થઇ શકે છે. જો કોઈ વ્યક્તિ પહેલેથી ,બાધ્યતા મનોગ્રસ્તિ વિકાર, દ્વિધ્રુવી ડિસઓર્ડર, હતાશા, ઓસીડી (ઓબ્સેસીવ કંપલસીવ ડિસઓર્ડર) અને અસ્વસ્થતાના લક્ષણો ધરાવનારાને ક્લિપ્ટોમેનીયાનું જોખમ વધારે છે. વ્યક્તિનો બાળપણમાં આવેગાત્મક તિરસ્કાર થયેલો હોય તેવા લોકો શરૂઆતમાં માતા-પિતાનું કે અન્ય સગાંનું ધ્યાન ખેંચવા આવી પ્રવૃત્તિ અજાણપણે શરૂ કરે છે. પછી જ્યારે જ્યારે સ્ટ્રેસફુલ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ત્યારે ચોરી કરવાની ક્રિયા વધતી જાય છે. ઘણીવખત આવેગાત્મક રીતે તરછોડાયેલા તરૂણો મોટી ઊંમરે આ લતમાં પડતા હોય છે. ચોરી કરતી વખતે આ વ્યક્તિ જો પકડાય નહીં તો ક્લેપ્ટોમેનિયાના મૂળ મજબૂત થતા જાય છે. બાળઉછેરમાં ખામીના કારણે પણ ઘણીવાર વ્યક્તિ ઉંમર થતા આ બિમારીનો ભોગ બને છે.

  • આ લોકો સામાન્ય ચોરથી શા માટે છે અલગ ?

સામાન્ય ચોરો અને ક્લેપ્ટોમેનીયાની બિમારી ધરાવતા લોકો વચ્ચે મોટો તફાવત છે. ખરેખર ચોર પોતાની જરૂરિયાત મુજબની ચીજો ચોરી લે છે, પરંતુ ક્લેપ્ટોમેનિકની ચોરી કોઇ પ્લાનિંગવાળી હોતી નથી. તેમજ એક મહત્વનું લક્ષણ એ હોય છે એ ચોરીમાં બીજા લોકોને શામેલ કરતા નથી. ક્લેપ્ટોમેનિકનું અંતિમ ધ્યેય પૈસા કે વસ્તુ નથી હોતું પણ ‘ચોરવાની ક્રિયા પોતે જ' એક ધ્યેય હોય છે. ક્લેપ્ટોમેનીયાક ઘણીવાર એવી વસ્તુઓ ચોરી લે છે જેની તેને જરૂર હોતી નથી અને ઘણી વખત તે સામાન ચોરી કર્યા પછી તેને ફેંકી પણ દે છે.

  • ઈચ્છવા છતાં નથી થઈ શકતા આ કુટેવતી મુક્ત

ક્લેપ્ટોમેનીયા પીડિત લોકો વિશેની શ્રેષ્ઠ બાબત એ છે કે, સામાન્ય રીતે કોઈનું પર્સ, પૈસા ચોરી કરતા નથી અથવા કોઈના ઘરે જતા નથી. કારણ કે, તે ફક્ત તેની અંદરની ઇચ્છાને શાંત કરવા માટે ચોરી કરે છે. જે તેને ચોરી કરવા માટે દબાણ કરે છે. ઘણીવાર વ્યક્તિ આ ક્ષોભજનક કૂટેવમાંથી મુક્ત થવા ઈચ્છતો હોવા છતાં થઇ શકતા નથી. મનોવૈજ્ઞાનિકોના મતે આવા લોકો ચોરી કરતા પકડાયા હોવાનો પણ ઘણો ડર ધરાવે છે અને ચોરી કર્યા પછી તેમની ક્રિયાઓ અંગે શરમ પણ અનુભવે છે. પરંતુ શરમ અનુભવ્યાના થોડા સમય પછી તેમનામાં ચોરીની સમાન ઇચ્છા જાગી જાય છે. ઘણા લોકો જે હોટલમાંથી ચમચી અને ટુવાલ જેવી ચીજો ચોરી કરે છે. તેઓ આ રોગથી પીડાતા હોવાથી તેઓ આવી પ્રવૃત્તિઓ કરવા મજબુર થાય છે.

આ પણ વાંચો:સર્વેમાં ચોંકાવનારો ખુલાસો : શું માનસિક રોગ માત્ર સ્ત્રીઓને જ થાય છે ?

  • કેવી રીતે થાય છે ક્લેપ્ટોમેનીયાની સારવાર...

જો લક્ષણોની ઓળખ કરવામાં આવે અને યોગ્ય સમયે સારવાર શરૂ કરવામાં આવે તો તે વ્યક્તિ ઝડપથી સ્વસ્થ થઈ શકે છે. ક્લેપ્ટોમેનીયા એ એક જટિલ માનસિક રોગ છે, કારણ કે તેમાં અન્ય સમસ્યાઓના લક્ષણો પણ છે જેમ કે હતાશા, વ્યક્તિત્વ વિકૃતિ, ઓસીડી (ઓબ્સેસીવ કંપલસીવ ડિસઓર્ડર)જેવા લક્ષણો પણ જોવા મળે છે. સાયકોએનાલિસિસ કર્યા બાદ સારવાર માટે ઇનસાઇટ ઓરિએન્ટેડ સાયકોથેરાપી, બીહેવીયર મોડીફિકેશન થેરાપી, ફેમિલી થેરાપી, કોગ્નિટિવ થેરાપી, સાયકોડાયનેમિક થેરાપી તેમજ દવા સાથે કાઉન્સલિંગ અને મનોચિકિત્સા પણ આપવી પડે છે. તેમજ યોગ, ધ્યાન, પ્રાણાયામથી સમસ્યા દૂર કરવા માટે એક વર્ષથી વધુનો સમય લાગી શકે છે. ત્યારબાદ પણ સાયકોલોજિસ્ટની બધી સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે.

Last Updated : Jul 18, 2021, 3:37 PM IST

ABOUT THE AUTHOR

...view details