ગુજરાત

gujarat

ETV Bharat / city

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પેપર લીક કાંડ, એક દિવસ પહેલા આખરે પરીક્ષા રદ કરાઈ - Saurashtra University Exam Department

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા રદ (Saurashtra University Paper Leak) કરવામાં આવી છે. અહીં બીબીએ અને બીકોમની પરીક્ષા 13 ઓક્ટોબરે યોજાવાની હતી. જોકે, બંને પેપર યુનિવર્સિટી સંલગ્ન કૉલેજો પર પહોંચી જતાં ચકચાર મચી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પેપર લીક કાંડ, એક દિવસ પહેલા આખરે પરીક્ષા રદ કરાઈ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પેપર લીક કાંડ, એક દિવસ પહેલા આખરે પરીક્ષા રદ કરાઈ

By

Published : Oct 13, 2022, 10:57 AM IST

Updated : Oct 13, 2022, 11:32 AM IST

રાજકોટગુજરાતમાં વધુ એક પેપર લીક થવાનો (Saurashtra University Paper Leak) મામલો સામે આવ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) દ્વારા ચાલી રહેલી પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સ્પર્ધાત્મક અને કૉલેજ સહિતની પરીક્ષાનાં પેપર ફૂટવાનો સિલસિલો છેલ્લા કેટલાક સમયથી થંભી ગયો છે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સેમેસ્ટર 5ની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનું સામે આવ્યું છે.

પરીક્ષા વિભાગને મળી માહિતી બી.બી.એ. અને બી.કોમ.ની 13 ઓક્ટોબરે યોજાવાની હતી, પરંતુ તેના પેપર લીક થયા (Saurashtra University Paper Leak) હોવાનું સામે આવ્યું છે. આ બંને પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કૉલેજો પર પણ પહોંચી ગયા હોવાનું પણ પરીક્ષા વિભાગના (Saurashtra University Exam Department) સૂત્રોએ જણાવ્યું હતું. ગુરૂવારે લેવાનારી પરીક્ષા રદ કરવી છે અને આ પેપર કેવી રીતે ફૂટ્યું અને તેમાં કોણ કોણ સંડોવાયેલું છે. તે સહિતની વિગતો બહાર લાવવા સરકારી તંત્ર તપાસ શરૂ કરે તેવી સંભાવનાઓ છે.

તપાસનો વિષય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ (Saurashtra University Paper Leak) આ વર્ષથી જ બે નહીં, પરંતુ એક દિવસમાં 3 તબક્કે પરીક્ષા લેવાનું શરૂ કર્યુ છે. છેલ્લા કેટલાક દિવસોથી પરીક્ષા ચાલી રહી છે. ત્યારે 13 ઓક્ટોબરે બી.બી.એ. સેમેસ્ટર-5માં ડાયરેક્ટ ટેક્સ (નવો કોર્સ) અને બી.કોમ. સેમેસ્ટર-5માં ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ 1ના પેપર લેવાના છે. જોકે, આ બંને પેપર એક દિવસ અગાઉ એટલે કે, 12 ઓક્ટોબરે જ લીક થયા હોવાની વિગતો સામે આવી છે. પરીક્ષાના ટાઈમ ટેબલની ખરાઈ કરતા પરીક્ષા લેવાવાની હતી. ત્યારે આ બંને પેપર ફૂટ્યા કેવી રીતે અને તેની પાછળનો આશય શું છે તે તપાસનો વિષય છે.

પરીક્ષાના 2 કલાક પહેલાં મોકલવાના હોય છે પેપરસૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) અગાઉ પરીક્ષાના બે કલાક અગાઉ પરીક્ષા કેન્દ્રો પર ઈ-મેલ કરીને પેપર પહોંચાડતી હતી. ત્યારબાદ પરીક્ષા કેન્દ્રના સંચાલકો તેની કોપી કાઢીને વિદ્યાર્થીઓને આપતા હતા. જોકે, છેલ્લા ઘણા સમયથી ફરી પરીક્ષા કેન્દ્રો પર અમુક સ્થળે એક દિવસ અગાઉ અને અમુક કેન્દ્રો પર પરીક્ષાના સમય પહેલા પેપર પહોંચાડવામાં આવી રહ્યા છે.

પરીક્ષા કેન્દ્રમાંથી પેપર લીક 13 ઓક્ટોબરે બી.બી.એ. અને બી.કોમ. સેમેસ્ટર-5ની પરીક્ષા લેવાની હતી. ત્યારે 12 ઓક્ટોબરે જ મોટા ભાગના કેન્દ્રો પર બંને પરીક્ષાના પેપર પહોંચાડી દેવામાં આવ્યા હતા અને આ કેન્દ્રમાંથી જ ક્યાંકથી પેપર લીક થયાનું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે.

ઓગસ્ટમાં પણ આવી જ ઘટના થઈ હતીયુનિવર્સિટી દ્વારા ઓગસ્ટ 2022ની લેવાયેલી બી.એચ.એમ.એસ. થર્ડ યરની પરીક્ષામાં પણ એક વિદ્યાર્થી ઘરેથી ઉત્તરવહીમાં પ્રશ્નના જવાબ લખીને પરીક્ષા આપવા આવ્યો હતો, પરંતુ પરીક્ષામાં નવી પૂરવણી અપાઈ હતી અને ચાલુ પરીક્ષાએ સુપરવાઈઝરે આ વિદ્યાર્થીની પૂરવણી ચકાસતા તે જૂની હોવાનુ ખૂલતા ભાંડો ફૂટ્યો હતો.તો પ્રશ્નના જવાબ અગાઉથી જ લખેલા હતા તેથી તે સાબિત થયુ હતું કે, વિદ્યાર્થી પાસે પેપર અને પૂરવણી અગાઉ પહોંચી ગયા હતા. યુનિવર્સિટીએ વિદ્યાર્થીને 7 સેમેસ્ટરની સજા ફટકારી હતી, પણ તેની પાસે પૂરવણી ક્યાંથી આવી અને પ્રશ્નપત્ર ક્યાંથી મેળવ્યું તે બધુ બહાર લાવવા કોઇ જ ઉંડી તપાસ આદરી ન હતી.

કેટલીક ખાનગી કૉલેજના સંચાલકો રાત્રે જ વિદ્યાર્થી પાસે પેપર લખાવી લેતા હોવાની ચર્ચાસૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University Paper Leak) આગામી વર્ષથી દરેક પરીક્ષા કેન્દ્ર પર ઈ-મેલથી પેપર મોકલવાની વ્યવસ્થા કરવાની છે. જોકે, આ વર્ષે જૂની સિસ્ટમનો લાભ લઈને કેટલીક ખાનગી કૉલેજના સંચાલકો પોતાની પાસે યુનિવર્સિટીએ મોકલેલા પેપર રાત્રે જ આવી જતા હોવાથી અમુક વિદ્યાર્થીઓને કૉલેજે અથવા તો અન્ય સ્થળે લઈ જઈને ઉત્તરવહીમાં લખાવી લેતા હોવાની પણ ચર્ચા છે.

સિસ્ટમ બદલવી પડશેયુનિવર્સિટીએ (Saurashtra University) અગાઉ નિર્ણય કર્યો હતો કે, દરેક પરીક્ષા કેન્દ્રનું જીવંત પ્રસારણ કરવામાં આવશે, પરંતુ આ નિર્ણય થોડા દિવસો બાદ રદ કરી દેવામાં આવ્યો અને કારણ પણ કોઇને ગળે ન ઉતરે તેવું જણાવવામાં આવ્યું હતું. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (Saurashtra University) સત્તાવાહકોનું ધ્યાન દોરીને નવા પેપર પરીક્ષા કેન્દ્રો પર પહોંચે તેવું કરી શક્યું હોત, પરંતુ યુનિવર્સિટીના સંચાલકો અમુક ખાનગી કૉલેજના માલિકો માટે કૉલેજનું પરિણામ 100 ટકા આવે તેવી તરફેણ પણ કરતા હોય છે. પરીક્ષા શરૂ થાય તેના એક કે દોઢ કલાક પહેલા ઈ-મેલથી પેપર મોકલાય અને આ સિસ્ટમથી પરીક્ષા લેવાય તો જ પેપર ફૂટવાનો સિલસિલો બંધ થશે.

Last Updated : Oct 13, 2022, 11:32 AM IST

ABOUT THE AUTHOR

...view details