ગુજરાત

gujarat

ETV Bharat / city

Saurashtra University Paper Leak 2021: ઈકોનોમિક્સનું પેપર રદ્દ કરવામાં આવ્યું, ત્રણ આરોપીઓની કરાઇ ધરપકડ - AAP submits application to Chancellor

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી.કોમ. સેમેસ્ટર 3નું ઈકોનોમિક્સનું પેપર લીક (Saurashtra University Paper Leak 2021) થતાં ખળભળાટ મચ્યો છે. ત્યારે પોલીસે હવે આ મામલે ત્રણ શંકાસ્પદ આરોપીની (Rajkot police arrested suspected accused) ધરપકડ કરી છે અને ઇકોનોમિક્સ પેપર રદ્દ કરવામાં આવ્યું છે.

Saurashtra University Paper Leak 2021: AAPએ કુલપતિને આપ્યું આવેદનપત્ર, શંકાસ્પદ ત્રણ આરોપીઓની ધરપકડ
Saurashtra University Paper Leak 2021: AAPએ કુલપતિને આપ્યું આવેદનપત્ર, શંકાસ્પદ ત્રણ આરોપીઓની ધરપકડ

By

Published : Dec 24, 2021, 11:54 AM IST

Updated : Dec 24, 2021, 2:09 PM IST

રાજકોટઃ રાજ્યમાં સરકારી પરીક્ષાનું કે પછી યુનિવર્સિટીનું પેપર લીક થવું હવે સામાન્ય ઘટના બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. હજી તો હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીકની (GSSSB Head Clerk Paper Leak 2021) ઘટના શાંત નથી પડી ને ત્યાં હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી. કોમ. સેમેસ્ટર 3નું ઈકોનોમિક્સનું પેપર ફૂટ્યું હોવાનું સામે આવ્યું છે. આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખે પેપર ફૂટ્યું હોવાનો (Aam Aadmi Party on Economics paper leak) દાવો કર્યો હતો. આ મામલે આમ આદમી પાર્ટીએ કુલપતિને આવેદનપત્ર (AAP submits application to Chancellor ) આપ્યું હતું. તો પોલીસે અત્યારે શંકાસ્પદ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ મામલાની જાણ થયા પછી યુનિવર્સિટીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

મોડી રાત્રે પેપર રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

આ પણ વાંચો-GSSSB Head Clerk Paper Leak 2021: પ્રાંતિજ કોર્ટે આપ્યા એક આરોપીને 6 દિવસના રિમાન્ડ, ત્રણના રિમાન્ડ નામંજૂર

ત્રણ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સનું પેપર લીક થયું (Saurashtra University Paper Leak 2021) હોવાની પોલીસ ફરિયાદ થતાં પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. તેમ જ ત્રણ જેટલા શંકાસ્પદ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. પ્રાથમિક વિગતોમાં સામે આવી રહ્યું છે કે, એલીસ ચોવટીયા અને દિવ્યેશ નામના 2 શખ્સો પાસે ઈકોનોમિક્સનું પેપર સૌથી પહેલા આવ્યું હતું. આ સાથે પેપર ફોડનારો મુખ્ય શખ્સ મેવાસા ગામનો પારસ નામનો વ્યક્તિ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જોકે, રાજકોટ પોલીસ દ્વારા ત્રણેય શંકાસ્પદ આરોપીઓની ધરપકડ (Rajkot police arrested suspected accused) કરવામાં આવી છે અને આ મામલે વધુ પૂછપરછ શરુ છે.

ઈકોનોમિક્સનું પેપર સોશિયલ મીડિયા પર ફરતું હતું

આ પણ વાંચો-Head Clerk Paper Leak 2021: કૉંગ્રેસે મોક વિધાનસભા સત્રનું આયોજન કર્યું, તમામ મુદ્દે સરકારની ટીકા કરી

પેપર રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી.કોમ સેમેસ્ટર 3નું ઈકોનોમિક્સનું પેપર સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધીના સમયમાં લેવાનું હતું, પરંતુ આ પેપર 10 વાગ્યા પહેલા જ અલગ-અલગ સોશિયલ મીડિયામાં ફરતું (Saurashtra University's paper on economics goes viral) થયું હતું. જ્યારે આ સમગ્ર ઘટના આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાખની નજરે આવતા તેમના દ્વારા પુરાવા સાથે જ કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ મોડી રાત્રે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જો કે મોડી રાત્રે કુલપતિએ બેઠક યોજીને પેપર રદ કરવાની (Aam Aadmi Party on Economics paper leak) પણ જાહેરાત કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થવાની ઘટના સામે આવતા ફરી ઉપર યુનિવર્સિટી વિવાદમાં સપડાઈ છે.

Last Updated : Dec 24, 2021, 2:09 PM IST

ABOUT THE AUTHOR

...view details