રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અવારનવાર વિવાદમાં જોવા મળતી હોય છે. ત્યારે હવે ફરી એક વાર આ યુનિવર્સિટીનો વિવાદ (Contract Professors of Saurashtra University) સામે આવ્યો છે. આ વખતે મુદ્દો છે પ્રોફેસર્સની ભરતીનો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 11 માસના કરાર આધારિત 56 પ્રોફેસરની ભરતી માટે ઈન્ટરવ્યૂ શરૂ થયા છે, જેમાં પહેલા જ દિવસે અનામત નીતિનો ભંગ (Violation of reserve policy in professor recruitment) થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નવું ભોપાળું (Saurashtra University in controversy) સામે આવ્યું છે.
પ્રોફેસર્સની હવે 45 દિવસ માટે જ કરાશે ભરતી - યુનિવર્સિટીમાં 40,000 રૂપિયાના પગાર સાથે 11 માસના કરાર ઉપર પ્રોફેસર્સની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં અનામત નીતિનો છેદ ઉડતો હોવાની ફરિયાદ નીતિ આયોગમાં તથા અનુસૂચિત જાતિ આયોગે (National Commission for Scheduled Castes) ઈન્ચાર્જ કુલપતિને નોટિસ ફટકરી હતી. આથી હવે ઈન્ચાર્જ કુલપતિએ નિર્ણય બદલવો પડ્યો છે અને આ ભરતી પ્રક્રિયામાં 11 માસને બદલે હવે 45 દિવસ માટે જ પ્રોફેસર્સની ભરતી થશે અને પ્રોફેસર્સના 45 દિવસના જ ઓર્ડર કાઢવામાં આવશે. ત્યારબાદ ફરીથી ઈન્ટરવ્યૂ પ્રક્રિયા (Recruitment process of professors in Saurashtra University) હાથ ધરવામાં આવશે તેવી વિગતો બહાર આવી છે.
અનામત ક્વોટાની અમલવારી માટે રજૂઆત - આ અંગે રાજકોટ શહેર NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 11 માસના કરાર ઉપર પ્રોફેસર્સની ભરતી (Recruitment process of professors in Saurashtra University) કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં SC તેમ જ ST અને OBC ક્વોટાની અમલવારી નહીં થતી હોવાની સ્પષ્ટ જણાઈ આવતા સમગ્ર અનુસુચિત જાતિને (National Commission for Scheduled Castes) સાથે રાખીને અનામત ક્વોટાની અમલવારી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.