ગુજરાત

gujarat

ETV Bharat / city

છેલ્લા 5 વર્ષમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અનેક વિવાદોમાં ઘેરાઈ - Bogus bill

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોમાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્પોટર્સ સંકુલમાં કરવામાં આવેલા બ્યુટીફીકેશનના બોગસ બિલ બનાવીને તેને મંજૂર કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. અગાઉ પણ યુનિવર્સિટી વિવાદોમાં આવી છે.

university
છેલ્લા 5 વર્ષમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અનેક વિવાદોમાં ઘેરાઈ

By

Published : Jul 14, 2021, 3:56 PM IST

  • સોરાષ્ટ્ર યુનિર્સિટી ફરી એકવાર કૌભાંડમાં સપડાઈ
  • સ્પોર્ટસ કોમ્પલેક્ષના બ્યુટીફિકેશનના બિલમાં કૌભાંડ
  • અગાઉ કેટલીય વાર આવી ગઈ છે વિવાદમાં યુનિવર્સિટીમાં

રાજકોટ: તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્પોટર્સ સંકુલમાં કરવામાં આવેલા બ્યુટીફીકેશનના કામમાં ગેરરીતિ આચરીને બોગસ બિલ બનાવીને તેને મંજુર કરાવવાનું કૌભાંડ ઝડપાયું છે. આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણી દ્વારા 5 સભ્યોની ટિમ બનાવમાં આવી છે અને આગામી 15 દિવસમાં આ ટિમ સમગ્ર મામલાની તપાસ કરીને તેનો રિપોર્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સોંપવાની છે અને આ રિપોર્ટના આધારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા માટી કૌભાંડ સમાયેલા કૌભાંડી કર્મીઓ ઉપર આકરા પગલાં લેશે. આ અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અનેક વિવાદોમાં સપડાઈ છે.

વર્ષ 2018માં ડુપ્લીકેટ માર્કશીટ કૌભાંડ

વર્ષ 2018માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોમિયોપેથી ડિપાર્ટમેન્ટમાં બનાવટી માર્કશીટના આધારે એડમિશન આપવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. જેમાં 41 વિદ્યાર્થીઓ ઉપરાંત, હોમિયોપેથી ડિપાર્ટમેન્ટના ડીન તેમજ રાજકોટ અને અમરેલીની ત્રણ કોલેજો પણ સંડોવાયેલી હોવાનું સામે આવ્યું હતું. હોમિયોપેથી ડિપાર્ટમેન્ટના ડીન ડૉ. અમિતાભ જોશી તેમજ રાજકોટની બીએ ડાંગર કોલેજના પ્રિન્સિપાલની પણ આ કૌભાંડમાં કથિત સંડોવણી સામે આવી હતી. જોશીએ વિદ્યાર્થીઓ પાસેથી સાડા ત્રણથી સાત લાખ રુપિયા ડોનેશન તરીકે લીધા હતા. આ રકમ લીધા બાદ તેમણે તેના નકલી ડોક્યુમેન્ટ તૈયાર કર્યા હતા, અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એડમિશનની તમામ વ્યવસ્થા કરી હતી. આ કૌભાંડ યુનિવર્સિટીમાં છેક 2012થી ચાલી રહ્યું હતું. જે મામલે મોટો વિવાદ થયો અને યુનિવર્સિટી દ્વારા આ મામલે પોલીસ ફરીયાદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની Offline Exam આજથી શરૂ, 50 કિલોમીટરથી દૂર સેન્ટર ફળવાતા વિદ્યાર્થીઓમાં રોષ

વર્ષ 2019માં માસ કોપી કેસનું કૌભાંડ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ 2019માં માસકોપીનું એક કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં 34 જેટલા વિદ્યાર્થીઓનું ઉત્તરવહીમાં એક સરખુ જ લખાણ હતું. બીએના ઇતિહાસના પેપરમાં 34 જેટલી ઉત્તરવહીમાં એક સરખું લખાણ મળી આવ્યું હતું. જેને લઈને વિવાદ થયો હતો કે આ વિદ્યાર્થીઓએ માસ કોપી કરી છે. સમગ્ર મામલે ત્યારે સામે આવ્યો કે જ્યારે બીએના પાંચમાં સેમેસ્ટરના પેપરોની ચકાસણી ચાલી રહી હતી ત્યારે પેપર તપાસનારને માલુમ પડ્યું હતું કે અનેક પેપરોમાં એક સરખું જ લખાણ જોવા મળી રહ્યું છે. આ વાત ધ્યાનમાં આવ્યા બાદ લીગલ ટીમનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ મામલે તપાસના આદેશો આપવામાં આવ્યા હતા.

વર્ષ 2020માં બે પ્રોફેસરો વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ 2020માં એક વિદ્યાર્થીનીએ અધ્યાપકો સામે શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે ભારે વિવાદ સર્જાયો હતો. ઉપલેટાની M.P.Edની વિદ્યાર્થિનીએ ડો. વિક્રમ વંકાણી અને ભગીરથસિંહ રાઠોડ સામે કુલપતિને ઇ-મેઇલથી ફરિયાદ કરી છે. જેમાં તેને જણાવ્યું હતું કે 2018-2019માં તે M.P.Edમાં અભ્યાસ કરતી હતી, ત્યારે ડો. વંકાણી અને પ્રો. રાઠોડે તેને વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. વિદ્યાર્થીની દ્વારા કુલપતિને આ પ્રકારે મેઈલ કરીને ફરિયાદ કરવામાં આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરવા વિવાદોમાં સપડાઈ હતી. તેમજ આ મામલે કુલપતિ દ્વારા જેમની સામો ફરિયાદ થઈ હતી તેવા પ્રો. વંકાણી અને પ્રો. રાઠોડને પણ પંદર દિવસ કેમ્પસમાં આવવાની મનાઈ કુલપતિએ મનાઈ ફરમાવી હતી. જ્યારે અગાઉ યુનિવર્સિટીના ચાર જેટલા પ્રોફેસરો વિદ્યાર્થીનિઓને શારીરિક માનસિક ત્રાસ મામલે સસ્પેન્ડ અને ડિસમીશ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ભાવનગર યુનિવર્સિટીની પરીક્ષાઓ જુલાઈમાં ત્રણ તબક્કામાં યોજાશે

વર્ષ 2021માં કર્મચારી દારૂની બોટલ સાથે કેમ્પસમાં દેખાયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થોડા દિવસો અગાઉ એક કર્મચારી હાથમાં દારૂની બોટલ લઈને કેમ્પસમાં આંટા મારી રહ્યો હોય તેઓ ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના કર્મચારી હિતેશ આરદેશણાના આ વર્તનથી શિક્ષણવિદોમાં રોષ જોવા મળ્યો હતો. જ્યારે યુનિવર્સિટી કેમ્પસમાં મહેફિલો પણ થતી હોવાની પણ પ્રશ્નો સામે આવ્યા હતા. સમગ્ર મામલે યુનિવર્સિટી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જ્યારે હાલ આ કર્મચારીને યુનિવર્સિટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ મામલે તપાસ કરવામાં આવતાં યુનિવર્સિટી કેમ્પસ માંથી દારૂની ચારથી પાંચ જેટલી ખાલી બોટલો પણ મળી આવી હતી. આ સમગ્ર મામલે યુનિવર્સિટી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details