ગુજરાત

gujarat

ETV Bharat / city

Exam in Saurashtra University : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 27 જાન્યુઆરીથી યોજાશે પરીક્ષા, જાણો પરીક્ષા દરમિયાન શું રહેશે ગાઇડલાઇન?

આગામી 27 જાન્યુઆરીથી સૌરાયષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવિધ અભ્યાક્રમોની પરીક્ષા યોજાશે(Examination of various courses in Saurashtra University from 27th January). જેમાં મહત્વની બાબત એ રહેશે કે જે પરિક્ષાર્થીઓ વેક્સિનનો એક પણ ડોઝ નહી લીધો હોય તેવા પરીક્ષાર્થીઓને પરીક્ષાખંડમાં બેસવા દેવામાં આવશે નહિ.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 27મી થી યોજાશે પરીક્ષા, જાણો પરિક્ષા દરમિયાન શું રહેશે ગાઇડલાઇન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 27મી થી યોજાશે પરીક્ષા, જાણો પરિક્ષા દરમિયાન શું રહેશે ગાઇડલાઇન

By

Published : Jan 25, 2022, 3:54 PM IST

Updated : Jan 25, 2022, 5:25 PM IST

રાજકોટ : કોરોનાના કાળ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષાનું આયોજન(Examination organized by Saurashtra University) કરવામાં આવ્યું છે. જેમાં આગામી તારીખ 27 જાન્યુઆરીથી વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાનાર(Examination of various courses in Saurashtra University from 27th January) છે. જે પરીક્ષાર્થીઓએ ઓછામાં ઓછો એક વેકિસનનો ડોઝ લિધો હશે તેને જ આ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 27મી થી યોજાશે પરીક્ષા, જાણો પરિક્ષા દરમિયાન શું રહેશે ગાઇડલાઇન

આ પણ વાંચો :Saurashtra University Paper Leak 2021: ઈકોનોમિક્સનું પેપર રદ્દ કરવામાં આવ્યું, ત્રણ આરોપીઓની કરાઇ ધરપકડ

વેક્સિન નહિ તો પરિક્ષા નહી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષાના આયોજન બાબતે યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 12 જેટલા વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષાનું આયોજન કરેલ છે. જે વિવિધ 40 જેટલા પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા યોજનાર છે, જેમાં 8,000 કરતા વધુ પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ કોરોનાની વેક્સિનનો એક ડોઝ લિધો હોવો જરૂરી છે અને પરીક્ષા કેન્દ્ર પર આ વેકસીન ડોઝનું સર્ટિફિકેટ પણ પરીક્ષાર્થીએ રજૂ કરવાનું રહેશે.

આ પણ વાંચો :Survey Of Saurashtra University: શું તમને કોઈના મૃત્યુથી લાગે છે ભય....

કોરોના પોઝિટિવને અપાશે બીજી તક

ઉપકુલપતિએ પરીક્ષાને લઈને વધુમાં જણાવતા કહ્યું કે, જે વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન કોરોના પોઝિટિવ આવ્યા હશે, તેમને યુનિવર્સિટી દ્વારા પરીક્ષા આપવા માટેની બીજી તક આપવામાં આવશે, જેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહિ.

Last Updated : Jan 25, 2022, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details