- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરાર આધારિત 400 જેટલા નોન ટીચિંગ કર્મચારીઓને છુટા કરી દેવાયા
- છુટા કરવામાં કર્મચારીઓની પડખે ભાજપના સિન્ડિકેટ સભ્ય નેહલ શુક્લ આવ્યા
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ભરતી કરવા અંગે રાજ્ય સરકારનો અભિપ્રાય માંગ્યો
રાજકોટ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University) દ્વારા હવે ભરતી કરવા અંગે રાજ્ય સરકારનો (State Government) પણ અભિપ્રાય માંગ્યો છે. જેને લઈને આ મુદ્દો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. ત્યારે આ છુટા કરવામાં કર્મચારીઓની પડખે ભાજપના સિન્ડિકેટ સભ્ય નેહલ શુક્લ (BJP syndicate member Nehal Shukla) આવ્યા છે. તેમને આ મામલેશિક્ષણપ્રધાન જીતુ વાઘાણીને રજુઆત કરી હોવાનું પણ સામે આવ્યું છે.
આ મામલે લેખિક આદેશ આવ્યો નથી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ((Saurashtra University) ) ભાજપના સિન્ડિકેટ સભ્ય નેહલ શુકલે (BJP syndicate member Nehal Shukla) મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કરાર આધારિત કર્મચારીઓને છુટા કરવા માટેનો કોઈ લેખિક આદેશ આવ્યો નથી. જ્યારે આ મામલે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી સાથે પણ વાત કરી છે અના તેમને ખાતરી આપી હતી કે, કોઇપણ કર્મચારીઓને અમે અન્યાય નહિ થવા દઈએ. જો કે એકી સાથે 400 જેટલા કર્મચારીઓને છુટા કરી દેવામાં આવતા હાહાકાર મચી જવા પામ્યો છે.