ગુજરાત

gujarat

ETV Bharat / city

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોવિડ હોસ્પિટલ બંધ, કેસ વધશે તો ફરી શરૂ થશે - RT-PCR ના સેમ્પલ ટેસ્ટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ ઘટી જતાં હોસ્પિટલ હાલ બંધ કરવામાં આવી છે. જોકે કોરોનાના કેસ વધે તેવા સંજોગો હશે ત્યારે આ હોસ્પિટલ ફરી શરૂ કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોવિડ હોસ્પિટલ બંધ, કેસો વધશે તો ફરી શરૂ થશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોવિડ હોસ્પિટલ બંધ, કેસો વધશે તો ફરી શરૂ થશે

By

Published : May 15, 2021, 8:09 PM IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોવિડ હોસ્પિટલ બંધ કરાઈ
  • કોરોના કેસો ઘટતાં કરવામાં આવી બંધ
  • કેસ વધવાની સ્થિતિમાં ફરી શરુ કરાશે હોસ્પિટલ

રાજકોટઃ સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં દિન-પ્રતિદિન ઉછાળો જોવા મળી રહ્યો હતો ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં બેડની અછત સર્જાઇ હતી, પરંતુ વિશ્વ વિદ્યાલય તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ શિક્ષણની સાથે કોરોનાકાળમાં લોકોને સહાયરૂપ બનવા હોસ્પિટલ શરુ કરવાનું બીડું ઝડપ્યું. 91 બેડ એકસમયે ભરાઈ ગયાં હતાં. જોકે હવે દર્દીઓ ઘટીને 11 થઇ જતાં તેઓને સમરસમાં ખસેડી કલેક્ટરની સૂચનાથી હોસ્પિટલ બંધ થઇ છે, પરંતુ ત્રીજી લહેર આવે અને કેસ વધશે તો ફરી આ હોસ્પિટલ કાર્યરત થશે.

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સર્વે અનુસાર બીજી લહેરમાં વધુમાં વધુ સ્ત્રીઓ કોરોનાથી સંક્રમિત

RT-PCR ના સેમ્પલ ટેસ્ટ કરાયા, ICMRની મંજૂરી મળતા જ લેબ શરૂ કરવામાં આવી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોવિડ હોસ્પિટલમાં મોડેમોડેથી ગત તા.29 એપ્રિલે ઓક્સિજન પૂરવઠો આવ્યાંના બે દિવસ બાદ એટલે કે 1 મેથી હોસ્પિટલ શરુ થઇ. જોકે 15 દિવસમાં જ હોસ્પિટલ હાલ પુરતી બંધ કરી દેવાઈ છે. કારણ કે કોરોના પેશન્ટ ઘટી ગયાં.આ ઉપરાંત ફાર્મસી ભવનમાં તૈયાર RT-PCR લેબમાં શુક્રવારે 5 જેટલા સેમ્પલ ટેસ્ટ કરી રીપોર્ટ મોકલાયાં હતાં. હવે રીપોર્ટની ચકાસણી બાદ ICMR મંજૂરી આપશે અને લેબમાં દૈનિક 100 કોરોના ટેસ્ટ થઇ શકશે અને 6 કલાકમાં રીપોર્ટ મળી જશે.

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં 200 બેડનું કોવિડ કેર સેન્ટર આખરે શરૂ

ABOUT THE AUTHOR

...view details