- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત આવી વિવાદમાં
- યુનિવર્સિટીના કુલપતિના કારણે સર્જાયો વિવાદ
- કુલપતિએ પોતાના ઘર પાછળ બેફામ 7 લાખ રૂપિયા ખર્ચ્યા હોવાનો આક્ષેપ
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં (Saurashtra University Controversy) આવી છે. આ વખતે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીતિન પેથાણી વિવાદમાં આવ્યા છે, જેમને 3 વર્ષના કાર્યકાળ દરમિયાન 7,00,000 રૂપિયાનો ખર્ચ પોતાના ભૌતિક સુખ (Controversy over Chancellor spending money) પાછળ એટલે કે પોતાના ઘરની પાછળ ખર્ચ્યા હોવાનો ખૂલાસો થયો છે. આ મામલે કોંગ્રેસના નેતા અને એજ્યુકેશન ફેકલ્ટીના ડીને આક્ષેપ કર્યો હતો કે, વિદ્યાર્થીઓના પૈસે યુનિવર્સિટીના સત્તાધીશો લીલાલહેર કરી રહ્યા છે. કુલપતિએ 3 વર્ષના કાર્યકાળ દરમિયાન પોતાના ઘરની અલગ અલગ વસ્તુઓ લેવા માટે 7,00,000 રૂપિયાનો ખર્ચ કર્યો છે, જે વિગતો બહાર આવતા ફરી એક વાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદમાં (Saurashtra University Controversy) સપડાઈ છે.
આ પણ વાંચો-પાટણ યુનિવર્સિટીમાં આગામી કારોબારીમાં MBBSના ગુણસુધારણાના દોષિતો સામે કાર્યવાહી કરાશે
3 વર્ષમાં એક પણ વિભાગ વિવાદમાં આવવાનો બાકી નથી: નિદિત બારોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (Saurashtra University Controversy) કુલપતિએ પોતાના ઘર પાછળ કરેલા ખર્ચ અંગે કોંગ્રેસ નેતા અને એજ્યુકેશન ફેકલ્ટીના ડીન ડો. નિદત બારોટે આક્ષેપ (Congress leader Dr. about the scam. Nadit Barot) કર્યો હતો કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિના કાર્યક્રમના 3 વર્ષ હવે પૂર્ણ થવા આવ્યા છે. ત્યારે યુનિવર્સિટીમાં એક પણ વિભાગ એવો બાકી નથી રહ્યો કે, જ્યાં હજી સુધી કોઈ નવો વિવાદ સામે આવ્યો ન હોય. એવી જ રીતે યુનિવર્સિટીના કુલપતિને કાયદેસર રીતે બંગલો પણ ફાળવવામાં આવતો હોય છે. એવામાં આ બંગલાની અંદર કુલપતિની ગરિમા જળવાય તે પ્રકારના ખર્ચ (Controversy over Chancellor spending money) કરવાના હોય છે, પરંતુ બંગલાની અંદર આડેધડ ખર્ચા (Exorbitant expenses behind the bungalow of the Chancellor of Saurashtra University) કરવામાં આવ્યા છે તે યોગ્ય વાત નથી.