કચ્છઃકચ્છમાં લમ્પીનો હાહાકાર દિવસે દિવસે વધી રહ્યો છે. જેના કારણે ગાયની (Treatment of Lumpy Virus) સ્થિતિ બગડી રહી છે. કચ્છ જિલ્લામાં (Sarhad Dairy Kutchh) પશુઓમાં ફેલાઈ રહેલો આ રોગ નિયંત્રણ બહાર જઈ રહ્યો છે. જેને ધ્યાને લઈને વહીવટી તંત્ર એ રોગની સારવાર અને રસીકરણની કામગીરી માટે એક ટીમ તૈયાર કરી લીધી છે. આ લમ્પીને ડામવા માટે સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છ જિલ્લામાં 23.79 લાખ પશુધન છે. જે પૈકી 5.74 લાખ ગાયો છે. તેમાંથી 1.86 લાખ ગાયનું લમ્પિ રોગ માટેનું રસીકરણ (Lumpy Virus Vaccination Jab) કરાયું છે. લમ્પી સ્કિન ડીસીઝના (Lumpy Skin Disease) કારણે જિલ્લામાં 1136 ગાય મોતને ભેટી રહી છે. કચ્છની સરહદ ડેરી દ્વારા ગામની દૂધ ડેરીઑ મારફત પશુપાલકો માટે રસીના 1 લાખ ડોઝ મંગાવવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત પશુપાલન શાખાને પણ સરહદ ડેરી દ્વારા 32.50 હજાર ડોઝ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ જંતુનાશક દવાના ઓનલાઇન વેચાણથી કોણ મેળવી રહ્યું છે લાભ, વિપક્ષનો સળગતો સવાલ
ડેરીની કામગીરીઃલમ્પી વાયરસમાં ડેરી દ્વારા પશુઓની સારવાર અને રસીકરણની કામગીરી જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.“સરહદ ડેરી”પશુઓની સારવાર માટે કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ગામે ગામ પશુઓનો કેમ્પ કરી દરેક પશુપાલકોને ગાઈડ કરવામાં આવી રહ્યા છે. સાથો સાથ સરકારી પશુ ડૉક્ટર સાથે તેમજ પાંજરાપોળ વગેરેમાં પણ સારવાર કરવામાં આવે છે. આ માટે એક ખાસ ટીમ પણ તૈયાર કરવામાં આવી છે. સરહદ ડેરી તરફથી હોમીઓપેથિક ઉપચાર માટે દવાઓ, વિટામિન વગેરે મંગાવીને પશુની ચિંતા કરવામાં આવી છે. દરેક પશુ પાલકોને એનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
લોકોને પણ અપીલઃઆ બાબતે ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે લમ્પી રોગના કારણે પશુઓમાં આવેલ રોગચાળાના કારણે દૂધ ઉત્પાદનમાં ઘટાડો થયો છે. લંમ્પી વાયરસના કારણે નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર કોઈ દૂધ પીવાથી કોઈ નુકશાન નથી. પરંતુ ઉકાળીને પીવું જોઈએ. તેમજ હાલમાં પશુપાલકોએ પશુઓનું ખરીદ વેચાણ કરવું નહીં. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું પાલન કરી પશુઓનું ખરીદ અને વેચાણ ન કરવું જોઈએ. તેમજ કોઈપણ પશુપાલકને રસીકરણ તેમજ સારવારની જરૂરિયાત હોય તો તાત્કાલિક સરહદ ડેરીનો સંપર્ક કરવા જણાવ્યું હતું.