- રાત્રિના સમયે શરૂ કરાઈ સેનેટાઈઝીંગની કામગીરી
- કોરોના સંક્રમણને અટકાવવા શરૂ કરાઈ કામગીરી
- ઉપલેટામાં ચાર દિવસ માટે લોકડાઉન
રાજકોટ: જિલ્લાના ઉપલેટામાં પણ કોરોના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે ઉપલેટા શહેરમાં ચાર દિવસ માટે સંપૂર્ણપણે લોકડાઉન જાહેર કર્યું છે. વધતા જતા કોરોના કેસોને ધ્યાને લઇ ઉપલેટા શહેર તેમજ શહેર બહારથી એટલે કે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો કોરોના સંક્રમિત ન થાય તે માટે ચાર દિવસના લોકડાઉન દરમિયાન ઉપલેટા નગરપાલિકા દ્વારા રાત્રિના સમયે શહેરના મુખ્ય માર્ગો જેમકે રાજમાર્ગ, જુનો નેશનલ હાઈવે તેમજ શહેરના જાહેર ચોક જેમાં બસ સ્ટેન્ડ ચોક, બાપુના બાવલા ચોક, ભગતસિંહ ચોક, ગાંધી ચોક, નાગનાથ ચોક સહિતના જાહેર ચોકમાં જ્યાં લોકોની અવર-જવર વધુ થતી હોય તેવા તમામ ચોક અને જાહેર જગ્યા અને મુખ્ય માર્ગો પર સેનેટાઈઝરની કામગીરી કરવામાં આવી રહી છે.