રાજકોટઃ કોરોના વાઈરસ નામની વૈશ્વિક મહામારીને નાથવા હાલ તમામ દેશો પોતપોતાની રીતે પ્રયત્ન કરી રહ્યાં છે. ત્યારે ભારતમાં પણ લૉકડાઉન વધારવામાં આવ્યું છે.
રાજકોટમાં પોલીસ જવાનો માટે સેનેટાઇઝ મશીન મૂકાયા - રાજકોટ કોરોના અપડેટ
લૉકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવતા પોલીસ જવાનો સુરક્ષિત રહે તે માટે રાજકોટમાં પોલીસ જવાનો માટે આજે ખાસ સેનેટાઇઝ વાન બનાવવામાં આવી છે.
![રાજકોટમાં પોલીસ જવાનો માટે સેનેટાઇઝ મશીન મૂકાયા sanitize machine in rajkot for police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6791040-929-6791040-1586866054270.jpg)
લૉકડાઉનનો ચુસ્ત પણે અમલ કરાવતા પોલીસ જવાનો સુરક્ષિત રહે તે માટે રાજકોટમાં પોલીસ જવાનો માટે આજે ખાસ સેનેટાઇઝ વાન બનાવવામાં આવી છે. રાજકોટની એસ.એસ ડેરીના જગદીશભાઇ અખબારીના સહયોગથી આજે રાજકોટના કે.કે.વી ચોક અને રાજકોટમાં સૌથી વધારે જે વિસ્તારમાં કોરોનાના કેસ આવ્યા છે, તે જંગલેશ્વર વિસ્તારમાં આવેલ ગોસિયા મસ્જિદ તલક્કલ ચોક ખાતે સેનેટાઇઝ મશીન મૂકવામાં આવ્યા છે.
હાલ પોલીસ દ્વારા લોકોની સુરક્ષા માટે 24 કલાક ફરજ બજાવવામાં આવો રહી છે. ત્યારે તેઓ ફરજ બજાવતા સમયે અને ફરજ પૂર્ણ થયા બાદ ઘરે જતા સમયે આ સેનેટાઇઝ મશીનનો ઉપયોગ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજકોટ પોલીસ કમિશ્નર ઓફીસ અને મનપા કચેરી ખાતે પણ સેનેટાઇઝ મશીનો મુકવામાં આવ્યા છે.