ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યનો પ્રથમ કિસ્સો, 1,000થી વધુ જામીન અરજીઓ રદ કરાવતા રાજકોટના સરકારી વકીલ - રાજ્યના કાયદાપ્રધાન

રાજકોટ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટના મદદનીશ સરકારી વકીલ સમીર ખીરાએ પોતાની ફરજ દરમિયાન સેશન્સ કોર્ટમાં દાખલ થતી જામીન અરજીમાં ખુબ મહેનત અને ખંતપૂર્વક કામગીરી કરી 1,000થી વધુ જામીન અરજીઓ રદ કરાવી છે. ત્યારે, રાજ્યના કાયદાપ્રધાન તથા મુખ્યપ્રધાને પણ સરકારી વકીલની આ કામગીરીને બિરદાવી હતી.

રાજ્યનો પ્રથમ કિસ્સો, 1,000થી વધુ જામીન અરજીઓ રદ કરાવતા રાજકોટના સરકારી વકીલ
રાજ્યનો પ્રથમ કિસ્સો, 1,000થી વધુ જામીન અરજીઓ રદ કરાવતા રાજકોટના સરકારી વકીલ

By

Published : Jun 15, 2021, 7:51 PM IST

  • વકીલ સમીર ખીરાએ 1,000થી વધુ જામીન અરજીઓ રદ કરાવી
  • રાજ્યના કાયદાપ્રધાન અને મુખ્યપ્રધાને વકીલ ખીરાની કામગીરીને બિરદાવી
  • લંડન લો યુનિવર્સિટીની ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં ખીરાની ઉત્કર્ષ કામગીરી

રાજકોટઃરાજકોટ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં છેલ્લા 8 વર્ષથી ફરજ બજાવતા મદદનીશ સરકારી વકીલ સમીર ખીરાએ પોતાની ફરજ દરમિયાન સેશન્સ કોર્ટમાં દાખલ થતી જામીન અરજીમાં ખુબ મહેનત અને ખંતપૂર્વક કામગીરી કરી 1,000થી વધુ જામીન અરજીઓ રદ કરાવેલી છે. જે ગુજરાતમાં પ્રથમ કિસ્સો કહી શકાય છે.

આ પણ વાંચો:અમરેલીનો 'બાપ' ગણાવનાર છત્રપાલ વાળાના 4 દિવસના રિમાન્ડ મંજૂર

ગંભીર ગુનાઓની જામીન અરજીઓ રદ કરાવી

ખૂન, અપહરણ, દૂષ્કર્મ, બાળ રક્ષણ ધારો, પ્રોહીબીશન, એન્ટી કરપ્શન, સ્પેશિયલ કાયદા વિગેરેમાં થતી જામીન અરજીઓનો સરકાર તરફે નિર્ણય લેવડાવી આરોપીઓના જામીન રદ કરાવેલા છે. ત્યારે, ગુજરાત રાજયના કાયદાપ્રધાન તથા મુખ્યપ્રધાને પણ સરકારી વકીલની આ કામગીરીને બિરદાવી હતી. તેમજ તેમને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. જ્યારે, હજુ પણ તેમની અવિરત કામગીરી શરૂ જ છે.

1,000થી વધુ જામીન અરજીઓ રદ કરાવતા રાજકોટના સરકારી વકીલ

આ પણ વાંચો:ઓપન કોર્ટમાં જજ પર ચપ્પલ ફેકનારા આરોપીને 18 મહિના કેદની સજા

આજીવન કેદથી લઈને 10 વર્ષ સુધીની સજા

મદદનીશ સરકારી વકીલ સમીર ખીરાએ એન્ટી કરપ્શનમાં તથા ખૂન, IPC 307 વિગેરે ગુનાઓના અનેક કેસોમાં 10 વર્ષ તથા આજીવન કેદની સજા કરાવેલી છે. ઈન્ડીયન લો ઈન્સ્ટીટયુટ તથા લંડન લો યુનિવર્સિટીની ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં પણ સમીર ખીરાએ ભાગ લઈને ઉત્કર્ષ કામગીરી કરેલી હતી. કોરોનાની મહામારીમાં પણ છેલ્લા 2 વર્ષમાં સતત ફરજ ઉપર હાજર રહી કામ કર્યું છે. રાજકોટ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ફરજ બજાવતા મદદનીશ સરકારી વકીલ સમીર ખીરા દ્વારા 1,000થી વધુ જામીન અરજીઓ રદ કરવામાં આવી છે. જેનું સૌ કોઈ વકીલો ગૌરવ લઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details