રાજકોટ:રાજકોટ કલેક્ટર અરુણ મહેશ બાબુ (Rajkot Collector visited Greenfield International Airport) સહિતના અધિકારીઓએ આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટ, ચેક ડેમ, સહિતની વિવિધ સાઈટની મુલાકાત લીધી હતી.
કલેકટર અરુણ મહેશ બાબુએ સમિક્ષા બેઠક કરી
કલેક્ટર અરુણ મહેશ બાબુએ સમિક્ષા બેઠક (Collector Arun Mahesh Babu held a review meeting) કરી એરપોર્ટની કામગીરી સમયસર પૂર્ણ થાય તે માટે એરપોર્ટ અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.
એરપોર્ટ ઓથોરિટીના જનરલ મેનેજર લોકનાથ પાધે કામોની માહિતી પુરી પાડી
એરપોર્ટ ઓથોરિટીના જનરલ મેનેજર લોકનાથ પાધે (Airport Authority General Manager Loknath Padhe) અને ડેપ્યુટી જનરલ મેનેજર અમિતાભ ચક્રવર્તીએ (Deputy General Manager Amitabh Chakraborty) પ્રગતિ હેઠળના વિવિધ કામોની માહિતી પુરી પાડી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું ખાતમુહૂર્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાતમુહૂર્ત થયેલા એરપોર્ટ 1030 હેક્ટરમાં ફેલાયેલું છે. અહીં રન-વેની 2600 મીટરની કામગીરી પૂર્ણતાના આરે છે. જ્યારે બાકીના વધારાના રનવે માટે નદી પર જરુરી બોક્સ કલવર્ટની 300 મોટરની કામગીરી અગ્રતાના ધોરણે ચાલી રહી છે.
ટેક્સી ટ્રેક કામગીરી 100 ટકા પૂર્ણ થઈ