રાજકોટઃ ગુજરાતમાં યોજાયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક પ્રદર્શનમાં (RSS Exhibition in Gujarat) પાકિસ્તાનના સંસ્થાપક મહમદ અલી ઝીણાની તસવીર (Mohd Jinnah Photo in RSS Exhibition) એવા 200 લોકોની વચ્ચે મૂકવામાં આવી હતી, જેમનો ગુજરાત સાથે કોઈને કોઈ સંબંધ હતો.
ઝીણાની તસવીર દેખાતા ગામના લોકોને થયું દુઃખ અમદાવાદના પીરાણા ખાતે યોજાઈ હતી RSSની બેઠક -આપને જણાવી દઈએ કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની વાર્ષિક બેઠક (RSS Meeting in Ahmedabad) 11 માર્ચથી 13 માર્ચ સુધી યોજાઈ હતી. આ બેઠકનું આયોજન અમદાવાદના પીરાણા ગામમાં શ્રી નિષ્કલંકી નારાયણ તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે (RSS Meeting in Ahmedabad) કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો-Happy Birthday CR Patil : મહારાષ્ટ્રમાં જન્મેલા પાટીલ કઈ રીતે ગુજરાત ભાજપનો મોટો ચહેરો બન્યા, જાણો..!
ગુજરાત સાથે જોડાયેલા દિગ્ગજોના ફોટો પ્રદર્શનમાં હતા સામેલ -જોકે, સાંભળવામાં થોડું અજીબ લાગશે, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS Exhibition in Gujarat) એક પ્રદર્શનમાં પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાની તસવીર એવા 200 લોકોની વચ્ચે મૂકવામાં (Mohd Jinnah Photo in RSS Exhibition) આવી હતી, જેમનો ગુજરાત સાથે કોઈને કોઈ સંબંધ હતો. જેમ કે, મહાત્મા ગાંધીજી સાથે દાદાભાઈ નવરોજી, વિક્રમ સારાભાઈ, ધીરુભાઈ અંબાણી, રતન તાતા, વર્ગીસ કુરિયન અને કોંગ્રેસ નેતા સામ પિત્રોડાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમાં અજીમ પ્રેમજી, વિનોદ માંકડ, પરવીન બાબી, સંજીવ કુમાર અને ડિમ્પલ કાપડિયા જેવી હસ્તીઓના ફોટા પણ સામેલ હતા.
મોટી પાનેલી ગામના લોકોએ આપી પ્રતિક્રિયા -સંઘના આ કાર્યક્રમમાં મોહમ્મદ અલી ઝીણાની તસવીર હટાવવામાં (Mohd Jinnah Photo in RSS Exhibition) આવતા વિવાદ પણ થયો હતો. ત્યારબાદ ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાન્તમાં રાજકોટ જિલ્લામાં આવેલા મોહમ્મદ અલી ઝીણાના પૈતૃક ગામ એવા મોટી પાનેલી ગામની ETV Bharatની ટીમે (ETV Bharat visits Motipaneli village) મૂલાકાત લીધી હતી. ત્યાંના સ્થાનિક લોકો સાથે આ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો-PM Modi Gujarat Visit: PM મોદી અને મોહન ભાગવત અને અમિત શાહ પણ અમદાવાદમાં, સંયોગ કે આયોજન?
ઝીણાની તસવીર દેખાતા ગામના લોકોને થયું દુઃખ -મોટી પાનેલી ગામના લોકોએ જણાવ્યું હતું કે, મોહમ્મદ અલી ઝીણાની તસવીર દેખાતા દુઃખ તો થયું હતું પણ સાથે અફસોસ પણ નહતો. કારણ કે, મોહમ્મદ અલી ઝીણા ભારતના ભાગલા માટે પણ (Mohammed Ali Zina, the divider of India) જવાબદાર હતા.