- રાજકોટના પૂર્વ રાજવીના પરિવારમાં મિલકતના ડખા
- માંધાતાસિંહે ભત્રીજાની વાતને પાયાવિહોણી ગણાવી
- ભત્રીજા રણશૂરવીરસિંહના દાવાને પાયાવિહોણો ગણાવ્યો
રાજકોટ: રાજકોટના રાજવી પરિવારમાં વારસાઈ મિલકતને લઈને એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે. જેમાં રાજા માંધાતાસિંહના બહેન અંબાલિકા દેવી દ્વારા વારસાઈ મિલકતને લઈને કોર્ટમાં અપીલ કરવામાં આવી છે. જ્યારે અપીલ બાદ હવે માંધાતાસિંહના ભત્રીજા એવા રણશૂરવીર સિંહ દ્વારા પણ રાજવી પરિવારની વારસાઈ મિલકત લમાં પોતાનો હિસ્સો હોવાનું દાવો કરવામાં આવ્યો છે. જેને લઇને તેમના દ્વારા પણ આ મામલે કોર્ટના દ્વાર ખખડાવામાં આવ્યા છે. ત્યારે રણશૂરવીરસિંહ દ્વારા ગઈકાલે જ પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. જેમાં રાજકોટના રાજવી પરિવારની મિલકતમાં પોતાનો હિસ્સો હોવાની વાત રજૂ કરી હતી. જ્યારે તેમણે આ મામલે વહીવટીતંત્ર અધિકારીઓ વિરુદ્ધ પણ લાંચ માગવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે આ મામલે આજે રાજકોટના રાજા માંધાતા સિંહ દ્વારા પત્રકાર પરિષદ યોજીને તમામ બાબતો અંગેનો ખુલાસો કરવામાં આવ્યો હતો.
ભત્રીજા મામલે માંધાતાસિંહે કર્યો ખુલાસો
રાજવી પરિવારમાં છેલ્લાં રાજા એટલે પ્રદ્યુમનસિંહ ત્યારબાદ તેમના પુત્ર મનોહરસિંહ જાડેજા અને મનોહરસિંહ જાડેજાના નાના ભાઈ એવા પ્રહલાદસિંહ જાડેજા છે. જ્યારે મનોહરસિંહજીના પુત્રએ હાલના રાજા માંધાતાસિંહ, જ્યારે પ્રહલાદ સિંહના પુત્ર એટલેઅનિરુદ્ધસિંહ અને તેમના પુત્ર એ રણશૂરવીરસિંહ દ્વારા હાલ રાજવી પરિવારની વારસાઈ મિલકત અંગે પોતાનો હિસ્સો હોવાનો દાવો રજૂ કરવામાં આવ્યો છે. જેને લઇને માંધાતાસિંહ દ્વારા આજે ખુલાસો કરવામાં આવ્યો હતો. તેમને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજવી પરિવારની જે મિલકત છે તે તમામ મિલકત તેમના પિતા અને તેમના પિતાને તેમના પિતા પાસેથી મળી છે. જ્યારે આ તમામ બાબતો દાદા અને પિતાની હયાતીમાં જ કરવામાં આવી હતી. આ સિવાય પણ રણશૂરવીર સિંહના પિતા અનિરુદ્ધ સિંહ અને તેમના પિતા પ્રહલાદસિંહને પ્રદ્યુમનસિંહ દ્વારા તેમના ભાગે આવતી મિલકત આપી દેવામાં આવી છે. જ્યારે રણશૂરવીરસિંહને તેમના પિતા અને તેમના દાદા પાસેથી જ મિલકત મળી ગઈ છે. જ્યારે હાલ રાજવી પરિવારની મિલકતમાં તેમનો કોઈ પણ પ્રકારનો હક્ક કે હિસ્સો નથી.