દેશમાં ગમે તે ઋતું હોય કે તહેવાર હોય પણ પોલીસ હમેંશા દેશના નાગરિકોના રક્ષણ માટે ખડેપગે રહે છે. ત્યારે હાલમાં ઉનાળાની ઋતુની શરૂઆત થઇ ગઇ છે. જેને લઈને રાજકોટમાં 44 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચવા લાગ્યો છે.
રાજકોટ ટ્રાફિક પોલીસે ગરમીથી બચવા છાશનું વિતરણ કર્યું - buttermilk
રાજકોટઃ સમગ્ર રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આવા ધકધકતા તાપમાં અને લુથી બચવા માટે રાજકોટ પોલીસ દ્વારા નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ ટ્રાફિક પોલીસના જવાનો અને વોર્ડનને રોજબરોજના છાશનું વિતરણ કરવામાં આવશે. તેમજ ઉનાળાના આકરા તાપથી બચવા માટે તેમને વિવિધ પોઈન્ટ પર 100 જેટલી છત્રીઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
છાશની મજા માણતા ટ્રાફિક પોલીસ
આવા આકરા તાપમાં શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ન ખોરવાઇ તે માટે પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો આકરા તાપમાં ઉભા રહીને પોતાની ફરજ બજાવી રહ્યા છે. જેને લઈને રાજકોટમાં પોલીસ દ્વારા ટ્રાફિક જવાનો અને વોર્ડન માટે આકરા તાપ અને લુથી બચવા માટે 54 જેટલા ટ્રાફિક પોઈન્ટ પર પાણીના જગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ તેમને 100 જેટલી છત્રીઓ પોઈન્ટ પર ઉપલબ્ધ કરાવાઇ છે. ટ્રાફિક જવાન અને વોર્ડનને ગરમીમાં રાહત થાય તે માટે દરરોજ છાશનું ઓન પોઈન્ટ પર વિતરણ કરવાની વ્યવસ્થા પોલીસ દ્વારા ગોઠવવામાં આવી છે.