રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા(Rajkot Municipal Corporation) દ્વારા ટૂંક સમયમાં જ RMC On Whatsapp સેવાનો પ્રારંભ(RMC by On Whatsapp Service launched) કરવામાં આવશે. આ સેવા થકી શહેરીજનોને 8 જેટલી વિવિધ સેવાઓનો લાભ(Rajkot benefits from 8 different services) ઘરે બેઠા જ વોટ્સએપના માધ્યમથી મળશે. મનપા દ્વારા સ્માર્ટ સીટી અંતર્ગત આ સેવા શરૂ કરવામાં આવનાર છે, જેને લઈને શહેરીજનોને મનપા કચેરી કે વોર્ડ ઓફિસના ધક્કા નહિ ખાવા પડે.
8 જેટલી સેવાઓ વોટ્સએપના માધ્યમથી મળશે
રાજકોટ મનપા દ્વારા 8 સેવાઓ હાલ વોટ્સએપ પર શરૂ કરવામાં આવશે, જેમાં પ્રોપર્ટી ટેક્સ, વોટર ચાર્જીસ, પ્રોફેશનલ ટેક્સ, જન્મ મરણના દાખલા, સ્પોર્ટ્સ ફેસિલિટી માટે રજિસ્ટ્રેશન, વિવિધ ફરિયાદો માટે, મહાનગરપાલિકાના જુદા જુદા ટેન્ડર, તેમજ જુદી જુદી ભરતીઓ અંગેની જાહેરાતો આગામી દિવસોમાં વોટ્સએપના માધ્યમથી શહેરીજનોને મળશે, જ્યારે આ સેવા આગામી દિવસોમાં સફળ જશે તો આગામી દિવસોમાં વધુ સેવાઓ પણ ઉમેરો કરવામાં આવશે.