ગુજરાત

gujarat

ETV Bharat / city

Revocation of ration shop license : જેતપુરની 11 રાશન દુકાનના કાયમી પરવાના રદ, તગડો દંડ પણ ફટકારાયો - અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ

રાજકોટમાં રાશન દુકાનોની ગેરરીતિને લઇ કાર્યવાહી થઇ છે. જેતપુરની 11 દુકાનોના પરવાના રદ કરી દેવાયાં (Revocation of ration shop license ) છે. વધુ વાંચો એક ક્લિકમાં.

Revocation of ration shop license : જેતપુરની 11 રાશન દુકાનના કાયમી પરવાના રદ, તગડો દંડ પણ ફટકારાયો
Revocation of ration shop license : જેતપુરની 11 રાશન દુકાનના કાયમી પરવાના રદ, તગડો દંડ પણ ફટકારાયો

By

Published : Feb 11, 2022, 9:25 PM IST

રાજકોટઃ રાજકોટ સહિત જિલ્લાની સરકારી વાજબી ભાવની રાશનની દુકાન લાઇસન્સ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા રદ (Revocation of ration shop license ) કરવામાં આવ્યા છે સાથે જ દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ ગેરરીતિ જેતપુર (Jetpur FairPriceShop ) શહેર તાલુકામાં બહાર આવી છે.

આ તમામ ગેરરીતિ કરનારને અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ દ્વારા પકડાઈ છે

જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કાર્યવાહી

રાજ્યભર અને દેશભરમાં કોઈ લોકો ભૂખા ન રહે તેને લઈને સરકાર દ્વારા રાહતદરે વાજબી ભાવે જીવન જરૂરી રાશન રેશનકાર્ડ ધારકોને આપવામાં આવતું હોય છે. ત્યારે રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી (Rajkot District Supply Officer) દ્વારા આજે 20 જેટલી વાજબી ભાવની રાશનની દુકાનને કાયમી રદ (Revocation of ration shop license ) કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લાના જેતપુરમાં (Jetpur FairPriceShop ) સૌથી વધારે 11 દુકાનોના પરવાના રદ કરવામાં આવ્યા છે. સાથે જ દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જો કે આ તમામ ગેરરીતિ કરનારને અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ (Ahmedabad City Cyber Crime Branch) દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ દ્વારા આરોપી દુકાનદારોએ ત્યાં નોંધાયેલા રેશનકાર્ડ ધારકોના 100 ટકા ક્રોસ વેરિફિકેશન કરતાં ગેરરીતિ ઝડપાઇ હતી.

આ પણ વાંચોઃ Ration Scam In Chhota Udepur: ગરીબ લોકોને નથી અપાતું હકનું રાશન, પુરા પૈસા લઇને અનાજની થાય છે ગોલમાલ

જેતપુરના આ પરવાનદારોની કાયમી દુકાન રદ કરવાની સાથે દંડ પણ ફટકારાયો


1.હિતેશભાઈ જગદીશભાઈ ત્રિવેદી જેતપુરને 1,68,795/- દંડ

2. કાજી યાહ્યાભાઈ ગફારભાઈ (નવાગઢ) જેતપુર ને 1,78,181/- દંડ

3. નીતિનભાઈ સવજીભાઈ નાગર જેતપુર ને 40,319/- દંડ

4. વિજયગીરી ગણપતગીરી ગોસાઈ જેતપુર ને 42,447/- દંડ

5. દિલીપભાઈ ચંદુભાઈ ભાયાણી (આરબ ટીમ્બડી) જેતપુર ને 39,419/- દંડ

6. જગજીવનભાઈ ગોબરભાઈ ગોંડલિયા જેતપુર ને 99,186/- દંડ

7. સુખદેવભાઈ બી. જોશી જેતપુર ને 3,11,150/- દંડ

8. યોગેશભાઈ મૂળશંકર મહેતા (જેતલસર) જેતપુર ને 16,38,300/- દંડ

9. વિજયભાઈ બાવનજીભાઈ વઘાસિયા (વીરપુર) જેતપુર ને 17,988/- દંડ

10. સંજયભાઈ તુલજાશંકર જાની (દેવકીગાલોળ) જેતપુર ને 1,83,878/- દંડ અને

11. બંસરીબેન ગૌરવભાઈ ગાજીપરા (વીરપુર) જેતપુર ને 49,981/- દંડ તેમજ તેમણે રાજીનામું આપતા કાયમી દુકાન રદ કરવામાં આવી છે.

વડી કચેરી દ્વારા આગળની કાર્યવાહી થશે

આ સાથે જ જેતપુર મામલતદાર ડી. એ. ગીનીયા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વડી કચેરી દ્વારા હુકમ કરતા આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો કે લોકોમાં તે પણ ચર્ચા થઈ રહી છે કે (Revocation of ration shop license ) આ ગેરરીતિ કરતા દુકાનદારો (Jetpur FairPriceShop ) પર સ્થાનિક અધિકારીઓ કેમ વામણા સાબિત થાય છે તે ચર્ચાએ પણ ભારે જોર પકડ્યું છે.

આ પણ વાંચોઃ Supply department Maliya: માળિયા પુરવઠા વિભાગ અને મામલતદાર ટીમ અનાજ કૌંભાડ કરનાર સંચાલક સામે એકશન મુડમાં

ABOUT THE AUTHOR

...view details