ગુજરાત

gujarat

ETV Bharat / city

મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા 'સાવજનું કાળજું' પુસ્તકનું કરાયું વિમોચન - Chief Minister Vijay Rupani

જેતપુરમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (cm vijay rupani) દ્વારા આજરોજ પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાની બીજી પુણ્યતિથિ નિમિતે તેમના જીવનને સમર્પિત 'સાવજનું કાળજું' પુસ્તકનું વિમોચન કર્યું હતુ.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી
મુખ્યપ્રધાન વિજય રૂપાણી

By

Published : Jul 30, 2021, 9:28 AM IST

  • સાવજનું કાળજું પુસ્તકને મળ્યું ગિનીસ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન
  • પુસ્તકની પ્રથમ આવૃત્તિમાં 61,000 નકલ છાપવામાં આવી
  • સૌરાષ્ટ્રના મોટા ખેડૂત નેતા તરીકે પ્રસિદ્ધ હતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા

રાજકોટ:જિલ્લાના જેતપુરમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (cm vijay rupani) એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોરબંદરના પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાના જીવનને સમર્પિત પુસ્તકનું વિમોચન કર્યું હતું. આપને જણાવી આપીએ કે સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાના પિતાજી હતા. આજરોજ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની દ્વિતીય પુણ્યતિથિ નિમિતે બ્લડ ડોનેશન અને પુસ્તક વિમોચનનો કાર્યક્રમો જેતપુરમાં રાખવામાં આવ્યો હતો.

બ્લડ ડોનેશન કેમ્પમાં 7,000 જેટલી બોટલનું રક્તદાન એકત્રિત કરવામાં આવ્યું

આ ઉપરાંત વિવિધ શહેરોમાં થયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં 7,000 જેટલી બોટલનું રક્તદાન એકત્રિત કરવામાં આવ્યું હતું. સાવજનું કાળજું પુસ્તકને ગિનીસ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન મળ્યું છે. એક સાથે પ્રથમ 61,000 નકલ છાપવામાં આવતા ગિનીસ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન મળ્યું છે. આ પુસ્તકના લેખક રવજી ગાબાણી છે. આ પુસ્તકના વિમોચન સમયે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા સાથેના જૂની યાદોના સંભારણા યાદ કર્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આ પણ વાંચો:ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેમના ધર્મપત્ની સાથે પૂજા અર્ચના કરીને દ્વારકાધીશને ધજા ચડાવી

રાજકીય તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો રહ્યા ઉપસ્થિત

સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે જેતપુરમાં આવેલા લેઉવા પટેલ સમાજ ભવન ખાતે તેમજ વિવિધ શહેરોમાં બ્લડ ડોનેશન કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેતપુરમાં થયેલ કાર્યક્રમમાં પૂર્વ પ્રધાન જશુમતીબેન કોરાટ, જેતપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેન દિનેશ ભુવા, રાજકોટ ડેરીના પ્રમુખ ગોરધન ધામેલીય સહિતના ભાજપ સહકારી ક્ષેત્રના નામાંકિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બુધવારે યોજાશે કેબિનેટની બેઠક

ABOUT THE AUTHOR

...view details