ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ સિવિલ હોસ્પિટલના હેલ્પ ડેસ્ક પર અવ્યવસ્થા હોવાનો દર્દીઓના સ્વજનોનો આક્ષેપ - Rajkot Civil Hospital

સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજકોટમાં પણ કોરોના કેસના આંકડાઓ આસમાને પહોંચી રહ્યા છે. ત્યારે કોરોનાની સારવાર મેળવી રહેલા દર્દીઓના સંબંધીઓ તેમની મુલાકાત લઈ શકે તેમ ન હોવાથી હેલ્પ સેન્ટર શરૂ કરાયા હતા. જોકે, આ હેલ્પ સેન્ટરમાં ભારે અવ્યવસ્થા હોવાની ફરિયાદો દર્દીના સંબંધીઓ દ્વારા કરવામાં આવી છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના હેલ્પ ડેસ્ક પર અવ્યવસ્થા હોવાનો દર્દીઓના સ્વજનોનો આક્ષેપ
રાજકોટ સિવિલ હોસ્પિટલના હેલ્પ ડેસ્ક પર અવ્યવસ્થા હોવાનો દર્દીઓના સ્વજનોનો આક્ષેપ

By

Published : Apr 6, 2021, 3:37 PM IST

  • રાજકોટમાં પણ કોરોના સંક્રમણના કિસ્સાઓ વધતા તંત્ર એક્શનમાં
  • કુલ કેસની સંખ્યા 20,286ને પાર, 1464 દર્દીઓ સારવાર હેઠળ
  • સિવિલ હોસ્પિટલના હેલ્પ ડેસ્ક પર અવ્યવસ્થા હોવાનો સ્વજનોનો આક્ષેપ


રાજકોટ: શહેર-જિલ્લામાં કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલા હેલ્પ ડેસ્કમાં દર્દીઓના સગાઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. હેલ્પ ડેસ્ક પરથી વીડિયો કોલ મારફતે સ્વજનોને વાત કરાવી આપવામાં આવે છે, પરંતુ ત્યાં દર્દીઓના સગાઓને અવ્યવસ્થા હોવાની ફરિયાદો ઉઠી છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના હેલ્પ ડેસ્ક પર અવ્યવસ્થા હોવાનો દર્દીઓના સ્વજનોનો આક્ષેપ

આ પણ વાંચો:રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં કોરોનાથી 6 દર્દીના મોત થયા

છેલ્લા 24 કલાકમાં 19 દર્દીના મોત, નવા 208 કેસ નોંધાયા

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 19 દર્દીના મોત નિપજ્યાં છે અને નવા 208 કેસ નોંધાયા છે. રોજેરોજ મોતનો આંકડો વધતા આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મૂકાયું છે. વધતા મોતને લઇને કોરોનાની સ્થિતિ સતત વણસી રહી છે. રાજકોટમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 20,286ને પાર પહોંચી છે. ત્યારે 1464 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને 144 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details