ગુજરાત

gujarat

ETV Bharat / city

એક તો જરૂરિયાતમંદોને રાશન નથી મળતું ને અહીં તો... - પાટણમાં સસ્તા અનાજના ગોડાઉનમાં દરોડા

રાજકોટ જિલ્લામાં મામલતદારે ગેરકાયદેસર રાશનના જથ્થાનો સંગ્રહ કરતા વેપારીનો પર્દાફાશ (Ration quantity scam in Rajkot) કર્યો છે. આ સાથે જ મામલતદારે દરોડા પાડીને (Upleta Mamlatdar raid in ration godown) 19 લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કર્યો હતો.

એક તો જરૂરિયાતમંદોને રાશન નથી મળતું ને અહીં તો...
એક તો જરૂરિયાતમંદોને રાશન નથી મળતું ને અહીં તો...

By

Published : Jul 2, 2022, 9:49 AM IST

રાજકોટઃ ઉપલેટાના મામલતદારે સસ્તા અનાજ-રાશનના જથ્થાની હેરાફેરીનો પર્દાફાશ (Ration quantity scam in Rajkot) કર્યો હતો. મામલતદારે વીજળી રોડ પર આવેલા રઘુવીર બંગલો પાસેના ગોડાઉનમાં તથા પંચહાટડી ચોકમાં આવેલી દુકાનમાં ફારૂક ઈબ્રાહિમના જાહેર વિતરણના ગેરકાયદેસર ઘઉં-ચોખાનો સંગ્રહ કરેલો જથ્થો ઝડપી (Upleta Mamlatdar raid in ration godown) પાડ્યો હતો.

લોટ બનાવી કાળા બજારમાં વેચતો હતો

લોટ બનાવી કાળા બજારમાં વેચતો હતો -ફારૂક ઈબ્રાહિમ આ જથ્થાનો ગેરકાયદેસર સંગ્રહ કરી લોટ બનાવી કાળા બજારમાં (Ration quantity scam in Rajkot) વેચતો હતો. આ બાતમીના આધારે રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબૂએ સૂચના આપી હતી. તે અનુસાર ધોરાજી પ્રાન્ત અધિકારી જયેશ લિખિયા અને ઉપલેટા મામલતદાર (Upleta Mamlatdar raid in ration godown) ગોવિંદજી મહાવદિયા તથા નાયબ મામલતદાર, ક્લાર્ક, રેવન્યૂ તલાટી વગેરેની ટીમે ગોડાઉનમાં દરોડા (Raids on grain godowns in Patan) પાડ્યા હતા.

ઉપલેટા મામલતદારે પાડ્યા દરોડ

આ પણ વાંચો-ભેળસેળની ફરિયાદ બાદ બાબા રામદેવની ઓઇલ ફેક્ટરી સીઝ કરવામાં આવી

19 લાખનો મુદ્દામાલ ઝડપાયો-આ ટીમે શહેરના રઘુવીર બંગલા પાસેના ફારૂક ઈબ્રાહીમભાઈ સુરીયા હસ્તકના ગોડાઉનો તથા પંચહાટડી ચોકની દુકાનના સ્થળે તપાસમાં (Upleta Mamlatdar raid in ration godown) જાહેર વિતરણના જથ્થાને ઉપલેટા મામલતદાર તેમજ ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. તેમાં કુલ 19 લાખ જેટલો મુદામાલ સીઝ કરીને કાયદેસરની (Upleta Mamlatdar raid in ration godown) કાર્યવાહી હાથ ધરી છે.

ફારૂક ઈબ્રાહિમના જાહેર વિતરણના ગેરકાયદેસર ઘઉં-ચોખાનો સંગ્રહ કરેલો જથ્થો ઝડપી પાડ્યો

આ પણ વાંચો-પાટણ ઘી બજારની એક પેઢીમાંથી રૂ.3.16 લાખના શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ

ગેરકાયદેસર જથ્થો સીઝ કરાયો -ટીમે દુકાનના સ્થળે તપાસ કરતા અહીં કુલ 18,58,860 રૂપિયાનો સરકારી સસ્તા અનાજનો ગેરકાયદેસર જથ્થો-મુદ્દામાલ સીઝ કરી કરાયો હતો. સાથે જ ગોડાઉન મેનેજર પૂરવઠા નિગમ ઉપલેટાને સરકાર વતી સુરક્ષિત સાચવવા સોંપેલ છે.

આ રીતે કાળાબજારમાં થતું વેચાણ - ફારૂક ઈબ્રાહિમભાઈ સૂરિયા દ્વારા આ ઘઉં-ચોખાનો જથ્થો સરકારી બારદાનમાથી પ્લાસ્ટિક બારદાનમા ફેરવી બાદ આ જથ્થામાથી ફ્લોર મીલ દ્વારા લોટ બનાવી 25 રૂપિયાના પ્રતિકિલો ભાવે કાળાબજારમાં વેચાણ કરવાની પ્રવૃતિ કરવામાં આવતી હતી. તેઓ દ્વારા આ જથ્થો કાર્ડધારકો પાસેથી પોતાની પંચહાટડી ચોકની દુકાને 15 રૂપિયાના ભાવે ખરીદી રઘુવીર બંગલોના ગોડાઉને લાવી આવી પ્રવૃત્તિ કરતા હોવાનું જણાવ્યું હતું.

મામલતદારે વીજળી રોડ પર આવેલા રઘુવીર બંગલો પાસેના ગોડાઉનમાં તથા પંચહાટડી ચોકમાં આવેલી દુકાનમાં પાડ્યા દરોડા

આટલા કટ્ટા મળ્યા - આ બાબતે ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સરકારી માર્કાવાળા ખાલી બારદાનો ઉપરાંત 72 ભરેલા કટ્ટા મળી આવ્યા હતા. તે અંગેની પૂછપરછમાં ચોખા કટ્ટા 80 પી.ડી. પારઘી પંચહાટડી ચોકની સસ્તા અનાજની દકાનેથી ખરીદ્યાનુ જાહેર કરવામાં આવ્યું હતું. તે અનુસંધાને પી. ડી. પારઘીની સસ્તા અનાજની દુકાનની તપાસ કરતા ત્યાંથી પણ સ્ટોક સિવાયના વધારાના ઘઉંના કટ્ટા 72 ભરતી કિલો 50 હિસાબે 3,600 કિલો ઘઉંની કિમંત 57,600 રૂપિયા ગેરકાયદેસર જથ્થો મળી આવતા સીઝ કરી કાયદેસરના પગલા ભરવા રાજકોટ કલેક્ટરને રિપોર્ટ કર્યો હતો. એટલે હાલ આ સમગ્ર બાબતે વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details