- રાજકોટમાં ભગવાન જગન્નાથની 14મી રથયાત્રાના આયોજન અંગે પ્રશ્નાર્થ
- રાજ્ય સરકારના હકારાત્મક નિર્ણય બાદ રાજકોટની 14મી રથયાત્રાનું આયોજન થશે
- દર વર્ષે અષાઢી બીજના રોજ યોજાય છે ભગવાન જગન્નાથની યાત્રા
રાજકોટ : સમગ્ર દેશમાં હાલ કોરોનાની મહામારી હજૂ પણ યથાવત જોવા મળી રહી છે. એવામાં દર વર્ષે અષાઢી બીજના રોજ યોજાતી ભગવાન જગન્નાથની યાત્રા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં રાજકોટમાં પણ છેલ્લા 13 વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવામાં આવે છે. ચાલુ વર્ષે કોરોના કાળમાં રાજ્ય સરકારના નીતિ-નિયમો અનુસાર ભગવાન જગન્નાથની 14મી રથયાત્રા ( Rath yatra 2021 ) યોજવાનું સંતો મહંતો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે હાલ રથયાત્રા માટે જોરશોરથી તૈયારીઓ પણ શરૂ કરવામાં મંદિર પ્રશાસન દ્વારા આવી છે. ત્યારે આગામી દિવસમાં રાજકોટમાં રંગેચંગે ભગવાન જગન્નાથની રથયાત્રા ( Rath yatra 2021 ) નીકળે તે માટેની આશા સાધુ-સંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
છેલ્લા 13 વર્ષથી યોજવામાં આવે છે ભગવાન જગન્નાથની રથયાત્રા
રાજકોટ નાના મૌવા સ્થિત આવેલા કૈલાશધામ અને ખોડીયાર આશ્રમ દ્વારા દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા ( Rath yatra 2021 )નું આયોજન કરવામાં આવે છે. ત્યારે હાલ આશ્રમ દ્વારા રથયાત્રાની ભવ્ય તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં રથ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ભગવાનના આભૂષણ તેમજ વાઘાઓ પણ શણગારવામાં આવી રહ્યા છે. તેમજ અષાઢી બીજના દિવસે રાજકોટના રાજમાર્ગો પર ભગવાન જગન્નાથની રથયાત્રા ( Rath yatra 2021 )નું આયોજન થાય તે માટે જોરશોરથી તૈયારીઓ પણ સાધુ મહંતો દ્વારા કરવામાં આવી રહી છે. રાજકોટમાં છેલ્લા 13 વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ચાલુ વર્ષે ભગવાન જગન્નાથની 14મી રથયાત્રા ( Rath yatra 2021 ) યોજાશે.
ભગવાન જગન્નાથનો રથ શણગારવામાં આવ્યો
દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા ( Rath yatra 2021 )નું આયોજન થાય છે, એટલે કે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે છે. ત્યારે ભાઈ બલરામ અને બહેન સુભદ્રા પણ આ રથયાત્રામાં તેમની સાથે હોય છે. મંદિર પ્રશાસન દ્વારા હાલ ભગવાન જગન્નાથનો રથ શણગારવામાં આવી રહ્યો છે. આ સાથે ભાઈ બલરામ તેમજ બહેન સુભદ્રાનો પણ રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જ્યારે ભગવાનના વાઘા વસ્ત્રો સહિતની તૈયારીઓ કરવામાં સાધુ મહંતો જોર જોરથી લાગ્યા છે. બસ હવે રાજ્ય સરકારના નિર્ણયની રાહ જોવાઇ રહી છે.
રાજ્ય સરકારના નિયમોને આધીન રથયાત્રા યોજાશે: મહંત