રાજકોટના એક વિસ્તારમાં શ્રમિક પરિવારની 8 વર્ષની દીકરીનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના ઘટી હતી. જેના ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના CCTV ફુટેજ સામે આવ્યાં હતાં. જેથી, પોલીસે CCTVની મદદથી આરોપી હરદેવ માંગરોળિયાને ઝડપી પાડ્યો હતો.
રાજકોટ દુષ્કર્મ કેસ: ગણતરીની કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો, 50 હજારનું ઈનામ રાખ્યું હતું - પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ
રાજકોટ: શહેરમાં બાળકી પર થયેલા દુષ્કર્મની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. શહેરમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું હતું, જેથી પોલીસ દ્વારા આરોપીની માહિતી આપનારને 50 હજારના ઈનામની જાહેરાત પણ કરવામાં આવી હતી. પોલીસે હરદેવ માંગરોળિયાં નામના 22 વર્ષના આરોપીની ધરપકડની કરી છે.
![રાજકોટ દુષ્કર્મ કેસ: ગણતરીની કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો, 50 હજારનું ઈનામ રાખ્યું હતું rapist was arrested in rajkot](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5235882-thumbnail-3x2-m.jpg)
આરોપી પોલીસના સકંજામાં
આરોપી પોલીસના સકંજામાં
શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના સીધા માર્ગદર્શન હેઠળ 10 જેટલી વિવિધ ટીમ બનાવવામાં આવી હતી અને 20 જેટલા શકમંદોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જોકે ઘટના દરમિયાન બાળકીનું અપહરણ કરી લઈ જતો એક ઈસમ CCTV કેમેરામાં કેદ થયો હતો. જેથી પોલીસે રાજકોટના ભારતનગરમાં રહેતા આરોપી હરદેવ માંગરોળિયાને ઝડપી પાડ્યો છે.
પૂછપરછમાં આરોપીએ કબુલ્યું કે, તેણે દારૂના નશામાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.