- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત ભરતીનો મામલો
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સિન્ડિકેટ બેઠક યોજાઈ
- રામ મોકરિયાએ સમગ્ર મામલે યુનિવર્સિટીના કુલપતિ સાથે બેઠક યોજી
- આ વિવાદ મામલે રામ મોકરિયા હાઇકમાન્ડને રજૂઆત કરશે
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra Universityમાં વિવાદો થંભવાનું નામ નથી લઈ રહ્યા, ત્યારે તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત ભરતી મામલે યુનિવર્સિટીના સિન્ડિકેટ (Syndicate Of The University) સભ્યો દ્વારા જ પોતાના માનીતા ઉમેદવારોના નામની ભલામણ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ હતી અને ત્યારબાદ સમગ્ર ભરતી પ્રક્રિયા વિવાદ (Controversy Over Recruitment) માં આવી હતી, જેને રદ પણ કરવામાં આવી હતી.
3થી 4 જેટલા AVBPના કાર્યકર્તાઓની અટકાયત
બે દિવસ પહેલા સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સિન્ડિકેટ બેઠક યોજાઈ હતી તે અગાઉ યુનિવર્સિટીમાં AVBPના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. પોલીસ દ્વારા 3થી 4 જેટલા AVBPના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવતા રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા યુનિવર્સિટી ખાતે દોડી આવ્યા હતા.
યુનિવર્સિટીમાં ઓફિસના કાચ અને ટેબલ તોડ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કરાર આધારિત ભરતી પ્રકરણ મામલે વિવાદ સર્જાતાં વિવિધ સંગઠનોના વિદ્યાર્થી સંગઠનો દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે. ગઇકાલે પણ ABVPના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન યુનિવર્સિટીમાં ઓફિસના કાચ તૂટ્યા હતા અને ટેબલ તૂટવાની ઘટનાઓ સામે આવી હતી. તેમજ વિદ્યાર્થીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો, જેને લઇને પોલીસ દ્વારા 3થી 4 જેટલા AVBPના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.