રાજકોટઃ શહેરમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી બાદ રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને તેમના પુત્ર અંશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી બન્નેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યારે તેમના ઘરના અન્ય સભ્યોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ અને તેમના પુત્ર કોરોના સંક્રમિત, સિવિલ હોસ્પિટલમાં દાખલ - રાજ્યસભાના સાંસદ કોરોના સંક્રમિત
રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. રવિવારે ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે સોમવારે રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ અને તેમના પુત્ર કોરોના સંક્રમિત થયા છે. જેથી બન્નેને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત ઘરના અન્ય સભ્યોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને તેમના પુત્ર થયા કોરોના સંક્રમિત
અભય ભારદ્વાજ ઉપરાંત રાજકોટના મેયર બીનાબેન આચાર્યના પતિ જે.બી આચાર્ય પણ કોરોના સંકમિત થયા છે. જેને લઈને મેયર પણ 14 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન થયા છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે. જેથી સોમવારે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવીએ પણ રાજકોટની મુલાકાત લઇને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
Last Updated : Sep 8, 2020, 10:05 PM IST