રાજકોટ: જાહેરમાં બાયોમેડીકલ વેસ્ટ નાખતી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલને રૂપિયા 10 હજારનો દંડ - રાજકોટ કોવિડ હોસ્પિટલ
રાજકોટમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા તથા લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે તે માટે હેતુથી મહાનગરપાલિકા દ્વારા સઘન કામગીરી થઇ રહી છે. ત્યારે શહેરની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ જાહેરમાં બાયોમેડીકલ વેસ્ટ નાખતી હોવાથી મહાનગરપાલિકા દ્વારા હોસ્પિટલને રૂપિયા 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
![રાજકોટ: જાહેરમાં બાયોમેડીકલ વેસ્ટ નાખતી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલને રૂપિયા 10 હજારનો દંડ shivanand hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-02:43:49:1601543629-gj-rjt-07-covid-hospital-av-7202740-01102020134904-0110f-1601540344-99.jpg)
રાજકોટઃ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા તથા લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે તે માટે હેતુથી મહાનગરપાલિકા દ્વારા સઘન કામગીરી થઇ રહી છે. તેમજ શહેરમાં ગંદકી ફેલાવતા ઈસમો વિરુદ્ધ મનપા દ્વારા કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે. જે અનુસંધાને 1 ઓકટોબરના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની મધ્ય ઝોનની ટીમ દ્વારા જાહેર માર્ગો પર બાયોમેડીકલ વેસ્ટ નાખવા બદલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલને દસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.
શહેરમાં વોર્ડ નં.13માં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ દ્વારા જાહેર માર્ગો પર બાયોમેડીકલ વેસ્ટ નાખવામાં આવ્યો હતો. જેની સામે મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજેમેન્ટ શાખા દ્વારા કડક કાર્યવાહીના પગલે હોસ્પિટલ પાસેથી રૂ. 10,000નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કરવામાં આવી હતી.