રાજકોટ: વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવશે તો ખરેખરમાં જે લોકો સરકારી નોકરી (gujarat government jobs) મેળવવા માટે સક્ષમ છે તે લોકોની જગ્યાએ પૈસાવાળા અને વગદાર લોકોને સરકારી નોકરી મળી જશે. તેમજ જે લોકો સરકારી નોકરી મેળવવા માટેની તૈયારી (preparing for a government job)કરી રહ્યા છે તેમનું મનોબળ આવી ઘટનાઓના કારણે ખૂબ જ તૂટી જશે, જેથી સરકારી નોકરીઓમાં આવી ઘટનાઓ વારંવાર ન થવી જોઈએ.
માં-બાપે લોન લઈને ભણાવ્યા હતા
રાજકોટના મનજીતસિંહએ જણાવ્યું હતું કે, હું હાલ પાર્ટ ટાઈમ પ્રાઇવેટ નોકરી કરું છે અને સરકારી નોકરી માટેની તૈયારી કરું છે. જ્યારે મારી સાથે મારા ઘણા મિત્રો છે તે પણ સરકારી નોકરી માટેની તૈયારીઓ કરે છે. પ્રાઇવેટ નોકરીમાંથી છુટકારો મળે તે માટે અમે આ ગવર્મેન્ટ જોબ માટેની તૈયારીઓ કરતા હોઈએ છીએ. જ્યારે પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવે તો અમે સરકારી નોકરી માટેની તૈયારી કેવી રીતે કરી શકીએ. પેપર ફૂટવાના (GSSSB Head Clerk Paper Leak) કારણે પૈસાવાળા લોકોને નોકરીઓ મળી જાય છે. જ્યારે સરકારી નોકરીઓ સાથે ઘણા બધા યુવાઓનું ભવિષ્ય જોડાયેલું છે જેના કારણે આ પેપર ફૂટવાની ઘટનાઓ યોગ્ય નથી.
સરકારી નોકરીમાં આજીવન શાંતિ
પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવતા યુવાઓનું મનોબળ તૂટી જાય છે. અરવિંદ રાઠોડ નામના યુવકે જણાવ્યું હતું કે, આજકાલ સરકારી નોકરી માટે યુવાનોની દોડ વધુ જોવા મળી રહી છે. પ્રાઇવેટ નોકરીઓ (private jobs in gujarat)માં શોષણ હોય છે અને ગમે ત્યારે નોકરી જવાનો ભય હોય છે. એવામાં સરકારી નોકરી નાની ઉંમરમાં મળી જાય તે ખુબ જ સારી વાત છે. આજે યુવાઓ ખાનગી ટ્યુશન રાખીને પણ ગર્વમેન્ટ જોબની તૈયારીઓ કરતા હોય છે. એવામાં આવા પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવતા યુવાઓનું મનોબળ તૂટી જાય છે. હું પણ કોન્સ્ટેબલ અને PSIની નોકરી (psi exam in gujarat 2021) માટેની તૈયારી વર્ષ 2017-18થી કરી રહ્યો છું, પરંતુ આ પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવે છે, ત્યારે મારુ પણ મનોબળ તૂટી જાય છે.
પેપર ફૂટવાની ઘટનાઓના કારણે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ
સરકારી નોકરીની તૈયારી કરતા કુમારસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવતા હોશિયાર વિદ્યાર્થીઓનું મનોબળ તૂટી જાય છે. હવે પ્રાઇવેટ નોકરીઓમાં પેલા જેવું રહ્યું નથી. અમે સરકારી નોકરીઓની તૈયારી કરીએ છીએ. પેપર ફૂટે છે ત્યારે આવી ઘટનાઓ અંગે સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ. પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવતા વિદ્યાર્થીઓનું ભાવિનું શુ?
આ પણ વાંચો: Exam Paper Leak In Gujarat: હેડ ક્લાર્ક પરીક્ષા પેપર લીકનો જૂનાગઢમાં આપે કર્યો વિરોધ
આ પણ વાંચો: GSSSB Paper Leak 2021: હેડ ક્લાર્ક પરીક્ષા પેપર લીક મામલે જીતુ વાઘાણીની પ્રતિક્રિયા