ગુજરાત

gujarat

ETV Bharat / city

વારંવાર સરકારી પરીક્ષાના પેપર ફૂટવાથી રાજકોટનો યુવક બન્યો 'અનિલ કપૂર'... CMને પત્ર લખી કરી આ માગ - Unemployment in Gujarat

રાજકોટના ધોરાજીમાં રહેતા એક યુવકે એક દિવસના મુખ્યપ્રધાન બનવા માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર (Rajkot Young man writes letter to CM) લખ્યો છે. યુવકે પત્રમાં લખ્યું (Rajkot Young man demand for One Day CM) હતું કે, તે વર્તમાન પરિસ્થિતિને કાબૂમાં લાવશે.

મને એક દિવસનો CM બનાવો પછી જૂઓ.... રાજકોટના યુવક CMને લખ્યો પત્ર
મને એક દિવસનો CM બનાવો પછી જૂઓ.... રાજકોટના યુવક CMને લખ્યો પત્ર

By

Published : Apr 30, 2022, 9:41 AM IST

Updated : Apr 30, 2022, 1:03 PM IST

રાજકોટઃ તમે બધાએ ફિલ્મ અભિનેતા અનિલ કપૂરની ફિલ્મ 'નાયક' તો જોઈ જ હશે. તેમાં અનિલ કપૂર એક દિવસના મુખ્યપ્રધાન બનીને તમામ મુશ્કેલીઓ દૂર કરવાનો પ્રયાસ કરે છે. બસ આવી જ એક માગ કરી છે રાજકોટના ધોરાજીમાં રહેતા સંકેત મકવાણા નામના યુવકે. ધોરાજી શહેરના જમનાવડ રોડ ખાતે રહેતા સંકેત મકવાણાએ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને એક પત્ર લખ્યો છે. તેમાં તેણે માગ કરી છે કે, તેને એક દિવસનો મુખ્યપ્રધાન બનાવવામાં આવે. સાથે જ તેણે જણાવ્યું હતું કે, જો તે એક દિવસનો મુખ્યપ્રધાન બનશે તો તે વર્તમાન પરિસ્થિતિને કાબૂમાં લાવી શકે છે.

રાજકોટના યુવકની એક દિવસના મુખ્યપ્રધાન બનવાની માગ

દેશમાં મોંઘવારીનો હાહાકાર - આ અંગે સંકેત મકવાણાએ જણાવ્યું હતું કે, હાલમાં મોંઘવારી દિન પ્રતિદિન વધતી જાય છે. આ ઉપરાંત યુવાનોની બેરોજગારી (Unemployment in Gujarat) પણ દિવસેને દિવસે (Rajkot Young Man Angry on Government) વધતી જાય છે. એટલે પોતાની પડતર માગણીઓ લઈને લોકોને આંદોલનનો માર્ગ અપનાવવો પડે છે. અત્યારે યુવકોને નોકરી-રોજગારી નથી મળતી. અધૂરામાં પૂરું પેટ્રોલ-ડીઝલ, ગેસ સિલિન્ડર, ખાતર સહિતની જીવન જરૂરિયાતોના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે હું એક દિવસનો મુખ્યપ્રધાન બનીને લોકોની સમસ્યા દૂર કરવા માગું છું.

રાજકોટના યુવકે CMને લખ્યો પત્ર

આ પણ વાંચોઃPolitics On Education In Gujarat: મનીષ સિસોદીયાએ ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, દિલ્હીની શાળાઓની મુલાકાતે આવવા આપ્યું આમંત્રણ

2 કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત કરી પણ મળી નહીં - આ યુવકે વધુમાં જણાવ્યું હતું કે, સરકારે સ્ટાર્ટઅપ યોજનાઓથી 2 કરોડ યુવાનોને નોકરીઓ આપવાની વાત કરી હતી, પરંતુ આજે યુવાનો પાસે નોકરી નથી. જ્યારે પણ યુવાનો પરીક્ષા આપે તો પેપર ફૂટી જાય છે અને પરીક્ષા રદ થાય છે. આ બધામાં પીસાવવાનું તો યુવાનોએ જ આવે છે.

આ પણ વાંચોઃMgnrega Scheme : ધરમપુરના મજૂરોને મનરેગા યોજનાના કામના વેતન ન ચૂકવાતા ઉગ્ર આંદોલનની ચીમકી

હું તમામના પ્રશ્નોનું નિવારણ લાવીશઃ યુવક-સંકેત મકવાણાએ ઈચ્છા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મને એક દિવસનો મુખ્યપ્રધાન બનાવવામાં (Rajkot Young man demand for One Day CM) આવે તો હું બેરોજગારોને નોકરીઓ (Unemployment in Gujarat) મળે તેવી વ્યવસ્થા કરીશ. સાથે જ પેપર ફોડનારાઓને જેલ હવાલે કરીશ. આ ઉપરાંત વર્તમાન સમયના માથાના દુખાવા સમાન તમામ પ્રકારના પ્રશ્નોનું નિવારણ લાવીશ. સંકેત મકવાણાએ આ લેખિત પત્ર મુખ્યપ્રધાનને પોસ્ટ (Rajkot Young Man Angry on Government) કર્યો હતો.

આટલા લોકોને પણ મોકલી પત્રની નકલ -સાથે જ આ યુવકે પત્રની નકલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલને પણ મોકલી છે. જોવાનું એ રહ્યું કે, સરકાર સમગ્ર બાબતે તેમની માગ અને રજૂઆતને યોગ્ય સહકાર આપે છે કે, પછી સરકાર પોતે જ આ સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ લાવે છે.

Last Updated : Apr 30, 2022, 1:03 PM IST

ABOUT THE AUTHOR

...view details